________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૧
૧૨૯ તે ઘર્મને આગળ કરાય છે પરિણામે જે તેના પિતાના પરિચિત હશે તે એમ કહેશે કે આ અમુકભાઈનો પુત્ર છે અને જે તેના પુત્રના પરિચિત હશે તે એમ કહેશે કે આ અમુક વ્યકિતના પિતા છે.
આ સમગ્ર ભૂમિકા થકી એટલું જ પ્રતિપાદન કરવાનું છે કે એક વસ્તુમાં જણાતા અને પરસ્પર વિરોધી ધર્મ એવા નિત્ય-અનિત્ય,સત-અસત,સામાન્ય-વિશેષ વગેરેને ઉકત ઉદાહરણની માફક ઘટાવી શકાય છે. તેમાં પરસ્પર કોઈ વિરોધ આવતો નથી.
# પૂર્વ સૂત્રની અભિનવટીકામાં એક વાત જણાવી હતી કે દરેક વસ્તુમાં બે અંશ હોય છે. (૧) દ્રવ્ય અંશ (૨) પર્યાય અંશ
# દ્રવ્યાર્થિકન ફકત દ્રવ્ય અંશ ને જ સ્પર્શે છે. જયારે પર્યાયાર્થિકનય ફકત પર્યાય અંશને જ સ્પર્શે છે. –પરિણામે વ્યાર્થિક નયની અપેક્ષાએ દરેક વસ્તુ નિત્ય અથવા સ્થિર જ દેખાશે કેમકેદવ્યાંશ હંમેશા સ્થિર-નિત્ય જ હોય અને જો પર્યાયર્થિકનયની અપેક્ષાએ જોઈશું તો દરેક વસ્તુ અનિત્ય કે અસ્થિર જ લાગશે કેમકે પર્યાયાંશ અનિત્ય અને અસ્થિર છે.
છે એજ પ્રમાણે એક જ વસ્તુ સતુ પણ છે અને અસત પણ છે. જેમકે દરેક વસ્તુ દિવ્ય) પોતાના રૂપે સ્વિ-રૂપે જોશો તો વિદ્યમાન હોવાનું જ માટે તે સત્ જ છે.
છે પણ આ જ વસ્તુ બીજાની અપેક્ષાએ પિર-રૂપે જોશો તો તે અસત્ અર્થાત અવિદ્યમાન થશે.
છે જેમ કે આ ઘડો છે અને આ વસ્ત્રછે એમ બે વસ્તુ લઈએ.તો ઘડો ઘડા સ્વરૂપેતો તે સત જ છે, કેમકે ઘડારૂપે વિદ્યમાન છે પણ જો તેને પરૂપે ઘટાવવા જઈશું તો ઘડોતે વસ્ત્રરૂપે અસત છે.
જો તમે તેને વસ્ત્ર રૂપે સત્ કહેશો તો ઘડાને વસ્ત્રપણ માનવું પડશે અને જો તેને વસ્ત્ર માનશો તો વસ્ત્રના સઘળા કાર્યો ઘડાથી થવા જોઈએ. પણ વાસ્તવમાં કંઈ તેમ થઈ શકે નહીં. માટે ઘડો એ વસ્ત્રરૂપે વિવક્ષિત થઈ શકે જ નહીં.
૪ વ્યવહારમાં પણ કહેવાય છે આ ઘડો છે, કપડું નથી. કપડાને પત્થર ઉપર પછાડી જે રીતે ધોવાય છે તેવી રીતે શું ઘડાને ધોઈ શકાય ખરો? નાકેમકે બંને જૂદા જ છે અર્થાત્ ઘડામાં વસ્ત્ર પણ અસત્ છે.
૪ સારાંશ એ જ છે કે ઘડો ઘડા સ્વરૂપે વિદ્યમાન જ છે પણ વસ્ત્રની અપેક્ષા એ તે વિદ્યમાન નથી. માટે તેનામાં સત-અસતુ બંને ગુણો ઘટી શકે છે.
સમાનતા અને ભિન્નતાની દ્રષ્ટિએ એક વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મનું અસ્તિત્વ
જીવો એક અથવા સમાન પણ છે અને અનેક અથવા ભિન્ન પણ છે, કારણ કે સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપે વસ્તુને ઘટાડી શકાય છે.
-સામાન્ય-એટલે વિવલિત દરેક વસ્તુમાં હોય તે ધર્મ -વિશેષ એટલે વિવલિત દરેક વસ્તુમાં ભિન્ન-ભિન્ન હોય તે ધર્મ -સામાન્ય સ્વરૂપથી ઐકય-સમાનતાની બુધ્ધિ કરાવે છે. -વિશિષ્ટ સ્વરૂપથી ભિન્નતા-અનેકતાની બુધ્ધિ કરાવે છે
-જેમ કે દરેક જીવમાં જીવત્વએ સામાન્ય સ્વરૂપ છે આથી જયારે આપણે જીવો તરફ અ. પ/૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org