________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – છાશ સ્વરૂપ
५:१८ आकाशस्यावगाह: –પુરું સ્વરૂપ
५:१९ शरीरवाङ्मनः प्राणपना: पुद्गलनाम् - પુરું સ્વરૂપ
५:२० सुखदु:खजीवितमरणोपग्रहाश्च –કાળ માન્યતા
५:३८ कालश्चत्यके – જીવ સ્વરૂપ
२:८ उपयोगोलक्षणम् ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) લોકપ્રકાશ-સર્ગ ૨ શ્લોક ૧ થી ૧૨ (૨)નવતત્વ ગાથા-૧ વિવેચન (૩)ઉમાસ્વાતીય નવતત્વ પ્રકરણ ગાથા ૧૯ પૂર્વાર્ધ G [9]પદ્યઃ(૧) અજીવ કાયે ચાર વસ્તુ ધર્મ ને અધર્મથી
આકાશ પુદ્ગલ સાથે માની સમજો સૂત્રમર્મથી એ ચાર વસ્તુ અતિ શબ્દ કાયશબ્દ મેળવી
નામ આખું અર્થ ધારી માનીએ મતિ કેળવી (૨) પુદ્ગલ ધર્મ આકાશ અધર્મ એમ એ
અજીવકાય છે ચાર પાંચમું દ્રવ્ય જીવ છે. U [10] નિષ્કર્ષ આ અધ્યાયમાં અજીવ વિષયક ચર્ચા છે. તેમાં સર્વ પ્રથમ એવા આ સૂત્રમાં અજીવાય ના ભેદોનું નિરૂપણ સૂત્રકાર મહર્ષિએ કરેલ છે.
જીવ અનાદિ થી પોતાના સ્વરૂપને જાણતો નથી પોતાના સ્વરૂપ વિશેની અજ્ઞાનતા અનેક ભ્રમણાને ઉત્પન્ન કરે છે. તેથી જ શરીરને પોતાનું ગણીને ચાલે છે. પણ શરીર એ પુગલ પિંડ છે. પુદ્ગલ એ અજીવતત્વ છે તે આ સૂત્રમાં સાબિત થાય છે આમ જીવથી તદ્દન ભિન્ન એવા અજીવતત્વને જીવ મારું મારું માનીને એક ભ્રમણમાં રાચ્યા કરે છે.
આ સૂત્રનો મર્મ પકડીને જો નિષ્કર્ષને ગ્રહણ કરીએતો સમજાશે કે આ અજીવતત્વ હોવાથી જીવને તેમાં મમત્વ બુધ્ધિ કરવી જોઇએ નહીં જો જીવે જીવમાં પણ મોહ પામવાના ન હોય તો પછી અજીવતત્વનો મોહતો રખાય જ કઈ રીતે? વળી ધર્મ-અધર્મ એ બંને અસ્તિકાયોના સ્વરૂપને ન જાણતો જીવ,છતી વસ્તુનો નકાર માને છે. જે મિથ્યા દોષ આ સૂત્ર થી નિવૃત્ત થાય છે.
જે જગ્યાનો પોતે માલિક છે તેવું માને છે. તે જગ્યાતો આકાશાસ્તિકાય નો ઉપકાર છે તેવું સમજતા માલિકીપણાના ભાવથી પણ નિવૃત્ત થઈ શકે છે.અને પુદ્ગલ સ્તિકાયના સ્વરૂપને જાણ્યા પછી મારુ-તારું સુખ-દુઃખ વગેરે ખ્યાલો પણ પરિવર્તન પામી શકે છે
આ રીતે અજીવતત્વ તે અન્ય વસ્તુ છે એવી અન્યત્વભાવના થી જીવ વૈરાગ્ય ભાવમાં આગળ વધી પરંપરાએ મોક્ષ પામે છે.
ooooooo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org