________________
૮૮
તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોય છે. તેમને બે ઇન્દ્રિય જીવો કહ્યા છે.
– -મવિશંખ,કોડા,ગંડોલા,જળો,આયરિયા,અળસીયા,લાળીયા, મામણમુંડા, કરમીયા,પોરા, ચુડેલ, છીપ વગેરે જીવોને બે ઇન્દ્રિય હોય છે.
જ તે ઈન્દ્રિય જીવોઃ- જે જીવોને ઉક્ત બેઈન્દ્રિય ઉપરાંત પ્રાણ ઇન્દ્રિય (નાક) હોય અર્થાત સ્પર્શન-રસન-પ્રાણ એ ત્રણે ઇન્દ્રિયો હોય છે તેમને તે ઇન્દ્રિય જીવો કહે છે.
-fપટિ:કાનખજૂરા,માંકણ,જુ, કીડી,ઉધ્ધઇ, મંકોડા, ઇયળ,ધીમેલ,સાવા, ગીંગોડા ગધૈયાવિષ્ટના કીડા,ધનેડા થવા, ઈન્દ્રગોપવગેરે જીવોને ત્રણ ઇન્દ્રિય ધ્યેય છે.
જ ચઉરિન્દ્રિય જીવોઃ- જે જીવોને ઉક્ત ત્રણઈન્દ્રિય ઊપરાંત ચહ્યુ ઇન્દ્રિય (આંખ) હોય અર્થાત્ સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુએ ચાર ઇન્દ્રિયો હોય છે તેમને ચઉરિન્દ્રિય જીવો કહે છે.
–ર–આવી -વીંછી,બગાઈ,ભમરા,ભમરી, તીડ,માંખી,ડાંસ, મચ્છર,કંસારી, કરોડીયા, ખડમાંકડી,પતંગ,ઢિઢલ,ભણકૃત્તિકા વગેરે જીવોને ચાર ઇન્દ્રિય હોય છે.
પંચેન્દ્રિયજીવો-જેજીવોનેઉકતચાર ઇન્દ્રિયઊપરાંત શ્રોત્ર ઇન્દ્રિય (કાન) હોય અર્થાત સ્પર્શન -રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિયો હોય છે. તેમને પંચેન્દ્રિય જીવો કહે છે.
મનુષ્યદ્વિ- અહીં થોડું વિસ્તારથી વિચારવું પડશે કેમકે પંચેન્દ્રિય જીવોના મુખ્ય ચારભેદ છે. તિર્યચ-મનુષ્ય-દેવ-નારક
તિર્યચની વિચારણા પણથોડી સમજણપૂર્વક કરવી પડશેકેમકેગતિને આશ્રીને-ગતિચાર કહી છે. તેમાં દેવ-મનુષ્ય-નારક અને ચોથી તિર્યંચ એમ ચાર ગતિ જ સંસારીજીવોને કહી છે.
પરંતુ- જાતિને આશ્રીને-જાતિ પાંચ કહી છે એકેન્દ્રિય-બેઈન્દ્રિય ઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય
હવે જો પંચેન્દ્રિયની ચાર ગતિ સ્વીકારી લઇએ તો એકેન્દ્રિયદિ ચાર પ્રથમ જાતિનો સમાવેશ કયાં કરવો? આ પ્રશ્નનો ઉત્તર અન્યગ્રન્થો ને આધારે તો મળે જ છે. પણ ભાષ્યકાર, મહર્ષિ પોતે પણ એક સૂચક વાકય સ્વોપજ્ઞ ભાષ્યમાં પ્રયોજે છે- શેષામાં વતિયોવિજ્ઞાન “બાકીના તિર્યંચો અહીં બાકીના તિર્યંચો કહેવાનું તાત્પર્ય જ એ છે કે આ પૂર્વે વર્ણવાયેલ એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ચારે તિર્યંચ ગતિના જ જીવો છે.
વળી શેષા શબ્દથી આ સિવાય ના બીજા તિર્યંચગતિના જીવો છે જે પંચેન્દ્રિય જાતિના છે અર્થાત પૂર્ણ પંચેન્દ્રિય જીવો માં મનુષ્ય-દેવ-નારક ઉપરાંત તિર્યંચોનો સમાવેશ તો કર્યો જ છે. પણ તેસિવાય એકેન્દ્રિયાદિ ચાર જાતિના જીવો પણ તિર્યંચો જ છે.
જ મનુષ્ય - સંક્ષેપમાં કહીએ તો ૩૦૩ ભેદે મનુષ્યો કહ્યા છે. –ભરત ઐરાવત-મહાવિદેહ એ ત્રણ કર્મભૂમિ
–હિમવંત-હરિવર્ષ-હિરણ્યવંત-રમ્યક-દેવકુટુ-ઉકારકર એ છ અકર્મભૂમિ - આઠ દાઢાઓ ઉપર આવેલા સાત-સાત અંતર્ટિપો
– અર્થાત અઢીદ્વિપમાં રહેલ ૫-ભરત, ૫,ઐરાવત,પ-મહાવિદેહ -પાંચ-પાંચ હિમવંત આદિ છ એ ક્ષેત્રો [કુલ-૩૦ક્ષેત્રો]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org