________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧
સમાધાનઃ-લયોપશમ ભાવમાં કર્મોનો પ્રદેશાનુભવરૂપ ઉદય હોય છે. વિપાકનુભવ હોતો નથી ઉપશમ ભાવમાં તો પ્રદેશ થી પણ કર્મોનો ઉદય હોતો નથી. આમ બંને ભાવો અલગ જ છે.
લાયોપશમીક ભાવ પહેલાંના ભાવો કરતા વિશેષ ભેદ વાળો છે. અને તેના સ્વામી પણ ઘણા જ વધુ છે માટે તેને ત્રીજો ભાવ કહ્યો છે.
શંકા- અહીં “મિશ્ર” શબ્દ પ્રયોગ કેમ કર્યો છે?
સમાધાન - ક્ષયોપશમ ને માટે જ %િ શબ્દ પ્રયોગ થયો છે? આ શબ્દક્ષાયોપથમિક શબ્દ કરતા અલ્પ હોવાથી લાઘવતા માટે તેનું ગ્રહણ કરેલું છે. વળી ઔપથમિક શાયિકૌ” સાથે જ કાર વડે મિશ્ર શબ્દ જોડેલ હોવાથી તે બંને ભાવોનો મિશ્ર ભાવ એમ સમજવાનું રહે છે. બાકી આગમમમાં ગોવા કે વત્તોવસન શબ્દ થી ઉલ્લેખ છે જ
(૪) ઔદયિકભાવઃ- કર્મોના ઉદયથી થતા ભાવોને ઔદયિક ભાવ કહેવાય છે. ઉદય એટલે કર્મના ફળનો અનુભવ.
ઉદય એ એક પ્રકારની આત્માની કલુષિતતા છે જેમ પાણીમાં મેલ કે કચરો ભળે અને પાણી મલિન બને છે. તે રીતે આત્મામાં કર્મના વિપાકનુભવથી મલિનતા જન્મે છે.
ભાવલોકપ્રકાશઃ- [આગમનો પાઠ આપી જણાવે છે કે] - કર્મો બે પ્રકારના કહ્યા છે. (૧)પ્રદેશકર્મ (૨) અનુભાવ કર્મ પ્રદેશ કર્મ નિશ્ચય કરીને વેદવું પડે છે. જયારે અનુભવ કર્મ કોઈક વેદાય છે અને કોઈક વેદાતા નથી.
આ બીજા પ્રકારના કર્મનો જયારે વિપાક વડે અનુભવ થાય તેને “ઉદય' કહેવાય છે. અને આ “ઉદયને જ ઔદયિક ભાવ કહે છે. અથવા કર્મના ઉદયથી ઉત્પન્ન થતો જે ભાવ તે ઔદયિક ભાવ સમજવો
ભાવલોક પ્રકાશ – સર્ગ-૩ શ્લોક ૨૯ ઘણા કર્મોના યોગવાળો હોવાથી અને સ્વામીના સાધમ્મપણાથી ઔદયિક ભાવ ક્ષાયોપથમિક પછી દર્શાવેલ છે. [* જો કે આગમમાં તો ઔદયિક ભાવ પ્રથમ જ કહ્યો છે.]
(૫) પારિણામિક ભાવ-પરિણામથી ઉત્પન્ન થતા ભાવોને પરિણામિક ભાવ કહેવાય છે. પરિણામ એટલેદ્રવ્યનું પોતાનું સ્વરૂપ બીજા શબ્દમાં કહીએતો-દ્રવ્યનો એક પરિણામને પારિણામિક ભાવ કહેવાય છે. જેફકતવ્યનાઅસ્તિત્વથી જ પોતાની જાતેજઉત્પન્ન થયા કરે છે. અર્થાત કોઈપણ દવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન જ પરિણામિક ભાવ કહેવાય છે.
ભાવલોકપ્રકાશ-જીવ કે અજીવને સ્વરૂપાનુભવ કરવામાં જે તત્પરતા તેજે પરિણામ કહેવાય છે. તેનેજ પારિણામિક ભાવ જાણવો
અહીં પારિણામિકની "પરિણામે નિવૃત્ત” એવી વ્યુત્પત્તિ સંભવતી નથી. કેમકે આ રીતે વ્યુત્પતિ કરતાં જીવત્વ વગેરે આદિ થઈ જશે.
પૂર્વે કહેલા ચારે ભાવો કરતા અત્યન્ન ભિન્ન અને મહાવિષય વાળો હોવાથી પારિણામિક ભાવ ને ઔદયિક પછી છેલ્લા ક્રમે કયો છે.
* નાક, આ-૬, સૂર પરૂ૭, મનુરાજ - પૂત્ર શર૬/૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org