________________
અધ્યાયઃ ૨ સૂત્ર: ૧૮
૭૧ –બીજા શબ્દોમાં આ જ વ્યાખ્યાને પ્રગટ કરતા કહે છે કે - નિવૃત્તિ તથા ઉપકરણ ઇન્દ્રિયોનો તેમજ અંગોપાંગ અને નિર્માણ નામકર્મનો આશ્રય લઇને જીવને આ લબ્ધિરૂપ ઇન્દ્રિય નિષ્પન્ન થાય છે જેના પાંચ ભેદો છે- સ્પર્શનેન્દ્રિય લબ્ધિ, રસનેન્દ્રિય લબ્ધિ, ધ્રાણેન્દ્રિય લબ્ધિ, ચક્ષુરિન્દ્રિય લબ્ધિ, શ્રોત્રેન્દ્રિય લબ્ધિ.
–મતિ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમબળ મુજબ જે-જે જીવના મતિજ્ઞાનમાં જેટલી જેટલી જાણવાની શકિત વ્યકત હોય - તેટલે અંશે તે કર્મનો ક્ષયોપશમ હોવાથી તેને લબ્ધિભાવેન્દ્રિય કહે છે.
–લબ્ધિ એટલે પ્રાપ્તિ અથવા લાભ. આત્માના ચૈતન્ય ગુણનો ક્ષયોપશમ હેતુક ઉઘાડ તે લબ્ધિ છે.
-સ્પર્શનાદિ ઇન્દ્રિય આવરણ કર્મક્ષયોપશમ તેને લબ્ધિ કહી છે. અહીં સ્પર્શનોજ દાખલો લઈએ તો-સ્મૃષ્ટિ: સ્પર્શ, અર્ચન વ તન્દ્રિય ૩ રૃતિ અનેન્દ્રિયમ્ તત્ ઇવ ;િ અનિશ્વિ : શીત ઊષ્ણ વગેરે સ્પર્શની જાણકારીનું સામર્થ્ય.
૩૫યો-માવેન્દ્રિય:-લબ્ધિ નિવૃત્તિ, ઉપકરણ એ ત્રણેના મળવાથી જે રૂપ આદિ વિષયોનો સામાન્ય અને વિશેષ બોઘ થાય છે તે ઉપયોગ ઇન્દ્રિય છે.
–ઉપયોગ એટલે વ્યાપાર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશકિત નો વ્યાપાર તે ઉપયોગ
-લબ્ધિ ગમે તેટલી પ્રગટ થાય પણ સાથે દબૅન્દ્રિય ની મદદ પણ આવશ્યક બને છે કેમ કે દવ્યેન્દ્રિયની મદદથી જલબ્ધિઇન્દ્રિય કામ આપી શકે છે. તેથી લબ્ધિ અનેદબેન્દ્રિય-જેકોઈવિષયોના સંબંધમાં આવે ત્યારે તે વિષયે લબ્ધિ ઇન્દ્રિયોમાં જાણવાની પ્રવૃત્તિ જાગ્રત થાય છે તેને ઉપયોગ કહે છે આ ઉપયોગને જીવના લક્ષણ તરીકે. ૨ . ૮ માં જણાવેલ છે.
–ઉપયોગ એટલે ચૈતન્ય વ્યાપાર આત્માના ચૈતન્ય ગુણનો જે ક્ષયોપશમ હેતુક ઉઘાડ છે તેના વ્યાપારને ઉપયોગ કહે છે.'
દૃષ્ટાન્નની મદદથી લબ્ધિ તથા ઉપયોગ ઇન્દ્રિયઃ
ધારોકે કોઈ વ્યકિત રૂા.૪ લાખની મૂડીને વેપાર-કાર્યોમાં રોકે છે તો અહીં તેને પ્રાપ્ત થયેલ રૂા.૫૦લાખ ને લબ્ધિ કહે છે અને તેમાંથી જે ૪૦લાખ રૂપિયા વ્યાપારમાં રોકાયા તેને ઉપયોગ કહે છે.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશકિત ને અહીં ઉપરોકત દ્રષ્ટાતમાં રૂ.૫૦લાખ સાથે સરખાવી શકાય છે અને તે જ્ઞાનશકિતનો વ્યાપાર જેને ઉપયોગ કહે છે તે રૂ.૪૦લાખ કે જે વ્યાપારમાં વપરાયા છે તેની સાથે સરખાવી શકાય.
જેમ વેપારી પોતાની બધીજ મૂડીને વ્યાપારમાં રોકતો નથી તેમ જીવ પણ ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી સઘળી જ્ઞાનશકિતનો હંમેશા ઉપયોગ કરી શકતો નથી.
ઇન્દ્રિય ના ચારે ભેદોની દૃષ્ટાન્ત થી સમજઃ
એક તલવાર લઈએ તો-તલવારના સ્થાને બાહ્ય નિવૃત્તિ છે. તલવારની ધારના સ્થાને અત્યંતર નિવૃત્તિ છે. તલવારની ધારમાં રહેલી કાપવાની શકિતના સ્થાને ઉપકરણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org