________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૧
૪૯ – એકેન્દ્રિય જીવો ને ભાવમન હોય છે પણ દ્રવ્યમનના અભાવે તેઓ મનોવર્ગણાના પુદગલો ગ્રહણ કરી શકતા નથી–તેથી વિચારી પણ શકતા નથી.
– બેઇન્ડિયાદિ(અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યન્ત) જીવોને ઈષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટવિષયથી નિવૃત્તિ કરાવનાર વર્તમાનકાળના વિચાર સ્વરૂપ “હેતુવાદોપદેશિકી” સંજ્ઞા હોય છે. તેથી તેને અલ્પપ્રમાણમાં દ્રવ્યમાન હોય છે. પરંતુ પુરતા પ્રમાણમાં દ્રવ્યમનના અભાવે સંજ્ઞીની જેમભૂત કે ભાવીનોલેશમાત્ર વિચાર કરી શકતા નથી. વર્તમાનકાળનો પણ હિતહિત તાદ્રષ્ટિએ સ્પષ્ટ વિચાર કરી શકતા નથી – આથી જ જેમ વ્યવહારમાં અલ્પ ધનવાળાને કોઈ ધનવાન સમજતું નથી, અલ્પરૂપવાળાને કોઈ રૂપવાન કહેતું નથી તેમઅલ્પ દ્રવ્યમનવાળાને મનવાળા કહેતું નથી. અર્થાત મન કહે છે.
જ વિશેષઃ જે જીવને મનરહિત ગણાવ્યા તેમને પણ ભાવમન તો હોય જ છે. એ દ્રષ્ટિએ બધા જીવોમનવાળા જગણાશે. તેમછતાઅહી “મનવાળા'' અને “મનવગરના” એવા બે ભેદો દર્શાવ્યા તે હેતુપૂર્વકની પ્રવૃત્તિ છે.
– અહીં દ્રવ્યમનની અપેક્ષા મુખ્ય કારણ છે.
–જેમ એક માણસને પગ અને ચાલવાની શકિત બંને વસ્તુનું અસ્તિત્વ હોવા છતાં પણ લાકડી ટેકા વિના ચાલી શકતો નથી, એ રીતે ભાવમન હોવા છતાં દ્રવ્યમનના અભાવે તે (સંસારી) જીવવિચાર કરી શકતો નથી. એ રીતેદ્રવ્યમનની પ્રધાનતા સ્વીકારીને મનવાળા કે મનવગરના એવા બે વિભાગ કર્યા છે.
– જીવ ભેદની દ્રષ્ટિએ એકેન્દ્રિય અર્થાત તમામ સ્થાવર જીવો ગમન જ છે. વિકલેન્દ્રિય ત્રસ જીવો (બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિજિય) પણ ગમન જ છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં પણ સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો ગમન છે. તદુપરાંતસિધ્ધના જીવોને પણ મન ન હોવાથી અમને કહયા છે.
શંકા? – આ સૂત્ર સંસારી જીવોના ભેદ બતાવે છે કે સર્વ જીવોના ભેદ બતાવે છે? -૧- દિગંબરીય તત્ત્વાર્થસૂત્રોમાં તો સ્પષ્ટપણે આ બંનેભેદ સંસારી જીવોના જ કહયા છે.
--હરિભદ્રસૂરિજી તથા ગણિતસિધ્ધસેનકૃતવૃત્તિમાં પણ તસમાનિશાત સંસારિખ વિ મયખેમાગ તિ નિયમાર્થ” વાક્ય વાપરી સ્પષ્ટ જણાવી દીધું કે સૂત્રમાં જે ઇતરેતર દ્વન્દ સમાસ કર્યો છે તે સંસારીજીવોના ભેદ દર્શાવવા માટે જ છે.
-૩- ભાષ્યકારે સ્વયં જયાં નવા શબ્દ પ્રયોજયો ત્યાં પણ હરિભદ્રીયટીકાનુસાર નવી રૂતિ પ્રાનિ: સંસરિકન્વર્થ યોર્ એમ વ્યાખ્યા કરેલી છે.
-૪- સિધ્ધસેનીય ટીકાનુસાર ગીવી: આયુર્વવ્યસંહિતા: એવો અર્થ કરતા સંસારીજીવો એવો જ અર્થ નીકળે છે.
-૫- આમ છતાં એકવાત વિચારણીય છે- જો સિધ્ધ જીવોનો સમાવેશ ગમનæ માં કરીએ તો આ બંને ભેદ સર્વ જીવોના થઈ જશે. સિધ્ધસેનીયટીકામાં પણ આ સૂત્ર પૂર્વે ગોવાધિરનુવૃતૌચપિ વિખ્ય બેતાતરમ્ ૩૫હિતે એમ સ્પષ્ટલખેલું હોવાથી સર્વજીવના ભેદો એવો અર્થ જ થશે વળી આ વાતની પ્રતીતિ સૂત્રઃ૧૨ ની ટીકામાં પણ થાય છે. કેમ અ. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org