________________
૧૫૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [7]અભિનવટીકા-પૂર્વસૂત્રમાં જણાવ્યા મુજબ વૈક્રિયશરીરબે પ્રકારનું કહ્યું છે. એક જન્મસિધ્ધ અને બીજું કૃત્રિમ. જે જન્મસિધ્ધ છે તેની વાત ઉપરોકત સૂત્રમાં જણાવી.
પ્રસ્તુત સૂત્ર કૃત્રિમ વૈક્રિયશરીરના સ્વામીને જણાવવા માટે બનાવાયેલ છે. સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે -
કૃિત્રિમ વૈક્રિયશરીર લબ્ધિ નિમિત્તક હોય છે અને આ પ્રકારનું શરીર તિર્યંચ અને મનુષ્યોને પ્રાપ્ત થઈ શકે છે.
જ વ્ય:-લબ્ધિ એટલે એક પ્રકારની તપોજન્ય શકિત # વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર ૨:૧૮ ઋષ્ણુપયોગ. ની અભિનવટિકા જોવી.
* પ્રત્યયઃ-પ્રત્યય શબ્દ નો અર્થ અહીં નિમિત્ત અથવા કારણ કરેલો છે [તેથી લબ્ધિ ના નિમિત્ત થી થતું વૈક્રિયશરીર એવો અર્થ કરાયો છે.]
* સ્વામી - આવી વિશિષ્ટ શકિતરૂપ લબ્ધિથી થનાર વૈક્રિય શરીરના અધિકારી કે સ્વામી ત્રણ બતાવ્યા. (૧)ગર્ભજ મનુષ્ય (૨)ગર્ભજ તિર્યંચ (૩)બાદર વાયુકાયિક જીવો જ વસૂત્રમાં મુકેલ વ શબ્દથી ભાષ્કાર ઉત્કૃષ્ટ વૈક્રિય શરીરની અનુવૃત્તિ કરે છે. के सिद्धसेनीय टीका:- च शब्दात् उत्कृष्टं वैक्रियमुदचीचरद् भाष्यकार:
* સંકલિત અર્થ:- [ઉપપાત નિમિત્ત શરીરની જેમ લબ્ધિરૂપ નિમિત્તથી પણ વૈક્રિય શરીર થાય છે. આવું કૃત્રિમ વૈક્રિય શરીર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને તથા ગર્ભજ મનુષ્યોને સંભવે છે અને વાયુકાયના જીવોને પણ લબ્ધિ પ્રત્યય નિમિત્તથી વૈક્રિય શરીર હોય છે.
ગર્ભજમનુષ્ય તથા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોને આ શરીર તપના સેવનથી ઉત્પન્ન થયેલી લબ્ધિ નિમિત્તે થાય છે. જયારે કેટલાક બાદર વાયુકાયના જીવોને આ શરીર ભવનિમિત્તક લબ્ધિ થી પ્રાપ્ત થાય છે.
* વિશેષઃ- પ્રસ્તુત સૂત્ર દર્શાવે છે કે ઔદારિક શરીર વાળાને જે વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે તે જન્મજન્યનથી હોતું પણ લબ્ધિ નિમિત્તક હોય છે. તેથી તેના વિશિષ્ટ સ્વામીઓનો ભાષ્કારે ઉલ્લેખ કરી તિર્યયોનીનાં મનુષ્કાળ વ એવું ભાષ્ય કર્યું
૪ ગર્ભજન્મવાળાને જ જન્મોત્તર કાળે આ શરીર સંભવે છે.
૪ સામાન્ય કથનથી લબ્ધિ નિમિત્ત વચન ને લીધે તપ વિશેષ અનુષ્ઠાનના પ્રભાવે ગર્ભજતિર્યંચ-મનુષ્યોને આ શરીર જોવા મળે છે. કેટલાક બાદરવાયુકાયને પણ વૈક્રિયલબ્ધિ નિમિત્ત આ શરીર હોય છે. પણ શેષ તિર્યંચ યોનિ વાળા બીજા કોઇને વૈક્રિય શરીર હોતું નથી
# ઉપપાત નિશ્ચિત છે પણ લબ્ધિ અનિશ્ચત છે. માટે પ્રત્યેક તિર્યંચ મનુષ્યને વૈક્રિય શરીરની પ્રાપ્તિ થતી નથી.
0 []સંદર્ભ$ આગમસંદર્ભઃ- વેડબ્બયદ્ધિ સૌપ. પૂ. ૪૦/ ૪ અન્યગ્રન્થસંદર્ભઃ- વ્યલોક પ્રકાશ-સર્ગ-૩ શ્લો.૯૭,૧૧૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org