________________
૧૩૫
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૯ પૂર્વના ત્રણ શરીરો પ્રદેશ વડે એકથી અસંખ્યાત ગુણાં છે. એટલે કે ઔદારિક શરીરના જેટલા પ્રદેશો છે તેનાથી અસંખ્યાત ગુણા વૈક્રિય શરીરના પ્રદેશ છે અને જેટલા વૈક્રિય શરીરના પ્રદેશ છે તેનાથી અસંખ્યાત ગુણા આહારક શરીરના પ્રદેશ હોય છે.
અહીં જે પૂર્વશરીર કરતા ઉત્તર ઉત્તર બંને શરીરના પ્રદેશ (સ્કંઘ) અસંખ્યાત ગુણા કહ્યા છે. તેનું કારણ એ કે ઉત્તરોત્તર શરીર વધારે ઘન હોય છે. જેમ સમાન ક્ષેત્રમાં રહેલા રૂ કરતા સોનાના પુદગલો વધારે હોય છે. કારણ કે રૂ શિથિલ છે-સુવર્ણ ધન છે તે જ રીતે ઔદારિક શરીર કરત વૈક્રિય શરીર ધન છે તેની અપેક્ષાએ આહારક શરીર વધુ ઘન અર્થાત સૂક્ષ્મ છે. * प्रदेशः- प्रवृद्धोदेश: प्रदेशः, अत्रअनन्ताणु स्कन्ध:प्रदेशोऽभिधीयते ।
પ્રદેશનો પ્રસિધ્ધ અર્થ છે- “જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ ભાગ તે પ્રદેશ” પણ અહીં પ્રદેશ શબ્દ તે અર્થમાં નથી-અહીં પ્રદેશ શબ્દ સ્કંધ અર્થમાં છે. ___ प्रदेशास्तत्तच्छरीप्रायोग्यस्कन्धा एव गृह्यन्ते, न परमाणवः [तत्त्वार्थासम्भवात्, अणुनां च शरीरग्रहण योग्यत्वाभावादिति । ]
જ પસંધ્યેયTM:-સંખ્યાતીત ને અસંખ્યય કહે છે જેનો ગુણાકાર અસંખ્યાત છે તે અસંખ્યય ગુણ કહેવાય છે.
4 संख्याविशेषातीत्वादसंख्येय:
* પ્રા તૈનાત :-“તૈજસની પૂર્વે આ પદ મર્યાદાનું સૂચક છે અહીં પાંચ શરીર માટે સંસ્થાત શબ્દ વપરાયો નથી પણ પ્રથમના ત્રણ શરીર-ઔદારિક,વૈક્રિય અને આહારક માટે જ આ વિધાન કરાયેલ છે તેથી જ પ્રા તૈગસાત્ (તૈજસ શરીર પૂર્વે) એમ સૂત્રકારે કહ્યું છે.
૪ આ વાત બીજા શબ્દોમાં કહીએ તો પૂરું પૂરું ની અનુવૃત્તિ અહીં લેતા અસંખેય ગુણ નો પ્રસંગ કાર્મણ શરીર સુધી પહોંચે છે. તે અનિષ્ટપ્રસંગની પ્રાપ્તિનથાય માટે પ્રશ્ન તૈનાત પદ રાખવામાં આવેલું છે જેથી તૈનાર્મળ શરીર ની અનુવૃત્તિ આપોઆપ અટકી જાય છે.
જ સંકલિત સમજઃ-પરમાણુ બનેલા સ્કંધો વડે શરીરનું નિર્માણ થાય છે આ જ સ્કંધો શરીરનું આરંભક દ્રવ્ય છે જયાં સુધી એક એક પરમાણું અલગ અલગ હોય ત્યાં સુધી શરીર બનતું નથી. પરમાણુપુંજ જે સ્કંધ કહેવાય છે એના વડેજ શરીર બને છે. તે સ્કંધ પણ અનંત પરમાણુઓનો બનેલો હોવો જોઈએ.
ઐદારિક શરીરના આરંભક સ્કંધોથી વૈક્રિય શરીરના આરંભક સ્કંધો અસંખ્યાત ગુણ છે. અર્થાત્ ઔદારિક શરીરના આરંભક સ્કંધો અનંત પરમાણુઓના બનેલા છે. વૈક્રિય શરીરના આરંભક સ્કન્ધો પણ અનંત પરમાણુઓના બનેલા છે. છતાં વૈક્રિય શરીરના આરંભક સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યા મૈદારિક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી અસંખ્યાતગુણી અધિક હોય છે.
– એ જ અધિકતા વૈક્રિય અને આહારક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યામાં સમજવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org