________________
૧૦૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિપ્રદ વિગ્રહ રહિત 1 [6] અનુવૃત્તિ - કોઈ અનુવૃત્તિ નથી
U [7] અભિનવટીકા - હેતુ કથનમાં જણાવ્યા મુજબ આ સૂત્ર રચના બે હેતુ થી કરાઈ છે. (૧) અવિગ્રહ કે ઋજુ ગતિનો કાળ દર્શાવવો-જે સૂત્રમાં સ્પષ્ટ છે
(૨)(પરંતુ) ભાષ્યના આધારે એક-બે-ત્રણ વિગ્રહ સૂધીનો કાળ પણ જણાવે છે.
અવિપ્ર અર્થાતત્રજુ કે વિગ્રહરહિત જેની વ્યાખ્યા આ પૂર્વેસૂત્ર:૨૬, ૨૮, ૨૯ ત્રણેમાં કરાયેલી છે.
* एक समयः एकोऽन्यनिरपेक्ष: अविभागी य: काल: परमनिरुद्धश्च समय: स एक समयो यस्य व्यवधायकः स एक समयो भवति ।
–અત્યન્ત સૂક્ષ્મ હોવાથી યોગી પણ જે કાળનો વિભાગ કરી શકે નહીં તે સમય કહેવાય છે -નિર્વિભાજય કાળ એટલે એક સમય - સંકલિત અર્થ- વિગ્રહ રહિત ગતિ એક સમયની હોય છે -જે ગતિમાં વિગ્રહનહોય અર્થાત ત્રકજુ કે સરળ ગતિ હોય તે એક સમયનીજ હોય છે
- આ ગતિ કદાચ લોકના અન્ત પર્યન્તની હોય તોપણ એક સમયની જ હોય છે. જે રીતે કોઈ માણસ કલાકના બે કિલોમીટર ચાલે-કોઇ ચાર ચાલે અને કોઈ જ પણ ચાલે તે રીતે લોકાન્ત પર્યન્ત અવિગ્રહાગતિમાં એક સમય જ લાગે છે.
વિશેષ:- જીવને જે સ્થાને ઉત્પન્ન થવાનું છે ત્યાં એક સમયમાં પહોચી જાય તો તે અવિગ્રહગતિ થીજ જાય છે અને એક કરતા વધુ સમય લાગે તો પણ પ્રથમના સમયે અવિગ્રહ ગતિ જ હોય છે તેવું પણ આ સૂત્ર થકી ફલિત થાય છે.
૪ સિધ્ધસેનીય ટીકામાં ચિત્ર વિપ્ર: તંત્ર સમય: વાકયથી] એક વિશેષ ખુલાસો કરેલો છે કે વિગ્રહવતી ગતિમાં જે એક સમયની સમજ અપાઈ છે તે ઉપલક્ષણથી છે તેનાથી એવો નિયમ નહીં સમજવો કે એક સમય પ્રમાણે કાળ જતાં વિગ્રહ જ થાય
–જેમ ઋજુ ગતિમાં વિગ્રહ હોતો નથી છતાં તે એક સમયનીજ છે –લોકાન્ત પ્રાપિણી એવી અવિગ્રહ ગતિ પણ એક સમયની જ હોય છે
-ત્યાં એવું કહેવા માગે છે કે આ વાત પૂર્વા પર સમયાવધિના વિરહને જણાવે છે. એક સમય જાય માટે વક્રગતિ થાય તેમ નહીં, પણ જો વિકાહ થાય તો પ્રત્યેક વિહે એક એક સમય વધતા બે-ત્રણ-ચાર સમય સુધી વિરહ થાય અર્થાત ચાર સમય જેટલો કાળ પણ જાય.
–કારણકે પહેલા વળાંક આવે એટલે બે સમય જાય બીજો વળાંક આવે એટલે ત્રણ સમય જાય અને જો ત્રીજો વળાંક આવે તો ચારસમય પણ જાય.
બાકી વિશદ અર્થાત ઋજુ ગતિમાં તો જીવને (પુદગલને પણ) એકજ સમય લાગે છે $ ભાષ્યકાર મહર્ષિ વિગ્રહ વતી-ગતિના સમયનો પણ ઉલ્લેખ કરે છે. (૧)જે ગતિમાં એક વિગ્રહ હોય ત્યાં બે સમય લાગે (૨)જે ગતિમાં બે વિગ્રહ હોય ત્યાં ત્રણ સમય લાગે (૩)જે ગતિમાં ત્રણ વિગ્રહ હોય ત્યાં ચાર સમય લાગે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org