________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૬
૮૯ જયારે જયારે સ્ત્રી-પુષ્પ-વસ્ત્ર-ચંદનાદિનો સ્પર્શ થાય ત્યારે ત્યારે તેને તે સ્પર્શીને અવશ્ય જાણી લે તે ધ્રુવગ્રાહી કહ્યો.
આ રીતે મતિજ્ઞાન થતા ધ્રુવગ્રાહી અવગ્રહ-ધ્રુવગ્રાહીણી ઈહા-ધ્રુવગ્રાહી અપાય અને ધ્રુવગ્રાહી ઘારણા કહેવાય.
(૧૨)અધુવગ્રાહી:- અધ્રુવ એટલે અનિશ્ચિત અથવા કદાચિદ્ ભાવી.
ઇન્દ્રિય અને વિષયનોસંબંધ તથા મનોયોગ રૂપ સામગ્રી છતાં કોઈએ વિષયને કદાચિત્ જાણે અને કદાચિત્ ન પણ જાણે. સામગ્રી પ્રાપ્ત થવા છતા ક્ષયોપશમની મંદતાને લીધે વિષયને કોઇવાર રહે અને કોઇવાર ન રહે.
આ રીતે મતિજ્ઞાન થતા અધુવગ્રાહી અવગ્રહ- અધ્ધવગ્રાહીણી ઈહા-અધૃવગ્રાહી અપાય-અધુવગ્રાહી ધારણા કહેવાય.
છે ઈન્દ્રિયો થકી બહુ-બહુવિધ આદિ બાર પ્રકારના [૧૨xઅવગ્રહાદિ ૪=૪૮] મતિજ્ઞાનના ભેદો નો ખુલાસો:| મુખ્યતાએ સ્પર્શનેન્દ્રિય થકી૪૮ ભેદોનો ખુલાસો કર્યો. એજ રીતે શ્રોત્રેન્દ્રિયથકી જાણીએતોજેમ સંગીત સંભળાય ત્યારે આમાં વાંસળી-શરણાઈ-ત્રાસા-ઢોલ-ડમ વગેરે સર્વેના અવાજો જાણે અથવા કોઈ એક અવાજ જાણે તે શ્રોત્રેન્દ્રિય ને આશ્રીને બહુ-અબહુ અવરહાદિ સમજવા.
ચક્ષુ-ઇન્દ્રિય નું ઉદાહરણ લઈ એ તો એક સમયે-ધોળા-લીલા કાળા-રાતા વગેરે સર્વે વર્ણોને જાણે તે બહુગ્રાહી અને એકાદ વર્ણને જ જાણે તે અબહુગ્રાહી અવગ્રહાદિ સમજવા.
રસના-ઈન્દ્રિય - મુખમાં મુકેલ પદાર્થમાં તીખો-ખાટો-ખારો બધાં સ્વાદને જાણે તે બહુગ્રાહી અને એકાદ સ્વાદને જ જાણે તે અબહુગ્રાહી અવગ્રહાદિ જાણવા.
જ કેટલીક શંકા
(૧)આ બાર ભેદોમાં વિષય વૈધિધ્યતા ને લીધે કેટલા અને ક્ષયોપશમ ની પટુતા મંદતાને લીધે કેટલા ભેદ થશે?
$ બહુ-અબહુઅને બહુવિધ-અબહુવિધએ ચારભેદ વિષયની વિવિધતા ઉપર અવલંબિત છે. બાકીના ક્ષિપ્ર વગેરે આઠ ભેદો થયોપશમની પટુતા કે મંદતા પર આધાર રાખે છે.
(૨)બહુ-બહુવિધમાં શો તફાવત છે?
ઘણા પદાર્થોની જાણકારી તે બહુગ્રાહી છે પણ પદાર્થોના પેટા ભેદોની માહિતીને બહુવિધ ગ્રાહી ગણી છે. અર્થાત બહુગ્રાહીમાં પ્રકારભેદ ઈષ્ટ નથી પણ બહુવિધાગ્રાહીમાં પ્રકારભેદ ઈષ્ટ ગણેલ છે. જેમ ફુટ શ્રીખંડ ખાનારો રસના ઈન્દ્રિયના અવગ્રહથી દરેક ફળને જાણે તે બહુગ્રાહી અને દરેક ફળને જાણવા સાથે કયું ફળ ખાટું છે? કયું મીઠું છે. એમ સ્વાદો પણ સાથે જાણે તે બહુવિધ ગ્રાહી કહેવાય.
(૩)સૂત્રમાં ષષ્ઠી વિભકિત કેમ પ્રયોજી?
સૂત્રઃ૧-૧૫ઝવપ્રહાયથાર: માં પ્રથમાવિભકિત છે ત્યાં વબવિ કૃદન્ત છે. કૃદન્તનું કર્મ ષષ્ઠયત્ત થાય છે. તેથી અવગ્રહાદિ કૃદન્તના કર્મ એવા બહુબહુવિધ ને ષષ્ઠી થઈ છે. જો કે અર્થ તો કર્મ હોવાથી દ્વિતીયા વિભકિત મુજબ જ થવાનો છે. જેમ કે ષષ્ઠી હોય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org