________________
૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તે સ્થાપનાવ્ય. જેમકે દેવતાઓની મૂર્તિમાં આ ગણેશ છે આ વિષ્ણુ છે. તેમા સ્થાપના કરવી.
(૩)દ્રવ્ય દ્રવ્યઃ- ધર્મ-અધર્મઆકાશવગેરેમાં કેવળ બુધ્ધિ થકી ગુણ-પર્યાય રહિત કોઈ પણ દ્રવ્યને દ્રવ્ય દ્રવ્ય કહે છે. કેટલાકનું કહેવું એમ છે કે દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાએ દ્રવ્ય માત્ર પુદ્ગલ દ્રવ્યને જ સમજવું. આ સંબંધે પાંચમાં અધ્યાયમાં ૨૫ અને ૨૬મું સૂત્ર છે મળવા ન્યાશ્વ તથા સિંધીત મેડદ્યન્ત આબે સૂત્રથકી પુદ્ગલોનો વિશેષ ખુલાસોમળશે.]
(૪)ભાવ દ્રવ્યઃ- પ્રાપ્તિ રૂપ લક્ષણથી યુકત અને ગુણ પર્યાય સહિત ઘર્મ-અધર્મ આકાશ-પુદ્ગલને ભાવદ્રવ્ય કહેવાય છે.
જ કેટલીક શંકાઃ- (૧)સૌ પ્રથમ દ્રવ્ય નિક્ષેપ લેવો જોઈએ કેમ કે દ્રવ્યના જ નામસ્થાપનાદિ નિક્ષેપ કરવામાં આવે છે.
સમાધાનઃ-સમસ્તલોકવ્યવહાર સંજ્ઞાઅર્થાત નામથી ચાલે છે. માટેનામનિક્ષેપપ્રથમ ગ્રહણ કર્યો. સ્તુતિ-નિંદા,રાગ-દ્વેષ વગેરે બધું નામ-આધીન છે.
જેનું નામ નક્કી થયું તે મુજબ તેની સ્થાપના થાય છે. તેથીનામપછી સ્થાપનાનું ગ્રહણ કર્યું. દિવ્ય અને ભાવ પૂર્વોત્તર કાલવ છે તેથી પહેલા દિવ્ય અને પછી ભાવનું ગ્રહણ કરવું યોગ્ય જ છે.
નીકટતાની અપેક્ષાએ વિચારો તો ભાવ પ્રધાન તત્ત્વ છે. કેમ કે ભાવની વ્યાખ્યા બીજા દ્વારા થાય છે. ભાવથી નજીક દ્રવ્ય છે. તેમજ તે બંનેનો સંબંધ છે.સ્થાપના તે પૂર્વે રાખી કેમ કે અતરૂપ પદાર્થમાં તબુધ્ધિ કરાવવામાં તે પ્રધાન કારણ છે. તેની પૂર્વે નામનું ગ્રહણ કર્યું કેમ કે તે ભાવથી વધુ દૂર છે.
શંકા ૨-જીવાદિના ચાર નિક્ષેપ થાય જ નહીં કેમ કે નામ નામ છે. સ્થાપના નથી. જો સ્થાપના માનો તો તે નામ નથી.
સમાધાનઃ-લોકવ્યવહારમાં એક જ વસ્તુમાં નામ વગેરે ચાર વ્યવહાર જોવા મળે છે. મહાવીર નામનો માણસ છે, મૂર્તિમાં મહાવીરની સ્થાપના છે. તે માટે ઘડાતા પત્થરને સ્થાપના પૂર્વે મહાવીર તરીકે લોકો સ્વીકારે છે તેમજ ભાવિ પર્યાયની યોગ્યતાથી પણમહાવીર એવો સ્વીકાર થાય છે.
વળી નામને આપણે સ્થાપના કહેતા જ નથી કે સ્થાપનાને નામ કહેતા નથી ત્યારે વ્યવહાર સ્વતઃ એક વસ્તુમાં ઘટાવાય છે.
શંક ૩-ભાવનિક્ષેપમાં જ તે ગુણ જોવા મળે છે. તેથી ભાવ નિલેપ જ સત્ય માનવો જોઈએ.
સમાધાનઃ-આવું માનવાથી નામ, સ્થાપના અને દ્રવ્યથી થતા તેમજ લોક વ્યવહારોનો જલોપ થઈ જશે. લોક વ્યવહાર બહુધાનામાદિત્રણ નિક્ષેપાથી જ ચાલે છે. તેથી કૃત્રિમ હોવા છતાં ત્રણે નિક્ષેપાનો લોપ ન કરાય.
0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભઃजत्थ य जं जाणेज्जा निक्खेवं निक्खिवे निरवसेसं जत्थवि अ न जाणेज्जा चउक्कगं निक्खिवे तत्थ आवस्सयं चउव्विहं पण्णतं,तं जहा नामावस्सयं ठवणावस्सयं दव्वावस्सयं भावावस्सयं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org