________________
૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ ૧ સૂત્રઃ૫) U [1]સૂત્ર હેતુ જીવાદિ તત્ત્વોના નિક્ષેપાનો આ સૂત્ર નિર્દેશ કરે છે. U [2]સૂત્રમૂળ:-નાથાપનાવ્યોવતતાર
U [3]સૂત્ર પૃથકના સ્થાપના દ્રવ્ય માવત: તત્ ચાસ: . [4 સૂત્રસાર નામ-સ્થાપના-ટ્યઅનેભાવએચારરથી તેનો[જીવાદિસાતતત્ત્વોનો ન્યાસ નિક્ષેપ થઇ શકે છે. અર્થાત્ નામઆદિ ચાર વારો વડે જીવાદિતત્ત્વોનું સ્વરૂપવિચારી શકાય છે.)
U [5]શબ્દજ્ઞાનનાનિ)-નામ સંજ્ઞાઓળખ સ્થાપના(નિલેપ)-સ્થાપના,આકૃત્તિ *દ્રવ્ય(નિક્ષેપ)-વસ્તુની ભૂતકાલીન કે ભાવી અવસ્થા માવનિક્ષેપ)-વસ્તુની વર્તમાન અવસ્થા. તો તેનો, જીવાદિ તત્ત્વોનો ચાર-જ્ઞાન મેળવવાનું સાધન,સ્વરૂપ વિચારણા સાધન 1 [6]અનુવૃત્તિ-ગીવાળીવાશ્રવસંવર્ગ મોક્ષાસ્તવમ્
[7]અભિનવટીકા -પૂર્વ સૂત્રમાં તત્ત્વોના નામ જણાવ્યા છે. આ સૂત્ર તેના ચાર ભેદે નિક્ષેપો કરવા માટે છે. અર્થાત જીવતત્ત્વના ચાર નિક્ષેપ, અજીવ તત્ત્વના ચાર નિક્ષેપ એ રીતે સાતે સાત તત્ત્વોની ઓળખ નામ-સ્થાપના-દ્રવ્ય ભાવથી કરવી.
સૌથી પ્રથમ ન્યાસ અથવા નિક્ષેપની સમજ આપતા જણાવે કે બધાં વ્યવહાર કે જ્ઞાનની આપ-લેનું મુખ્ય સાધન ભાષા છે. ભાષા શબ્દોની બનેલી છે. એક જ શબ્દ પ્રયોજન અથવા પ્રસંગ પ્રમાણે અનેક અર્થોમાં વપરાય છે. પ્રત્યેક શબ્દના સ્પષ્ટીકરણ માટે ચાર પ્રકારે અર્થની વિચારણા કરાય છે. આ ચાર અર્થો જજે-તે શબ્દાદિના અર્થ સામાન્યનાચાર વિભાગી કરણો છે. આ વિભાગ ન્યાસ કહેવાય છે જે બીજા શબ્દમાં નિક્ષેપ તરીકે સુપ્રસિધ્ધ છે. આ વિભાગીકરણના પરિણામે તાત્પર્ય સમજવામાં સરળતા થાય છે.
ન્યાસ/નિક્ષેપઃ- (૧)જ્ઞાન મેળવવાના સાધન તેનિક્ષેપ કહેવાય છે. તે ચાર પ્રકારના છે.
(૨)લક્ષણ અને ભેદો દ્વારા પદાર્થોનું જ્ઞાન જેના વડે વિસ્તારપૂર્વક થઈ શકે છે તેવા વ્યવહારરૂપ ઉપાયને ન્યાસ અથવા નિક્ષેપ કહેવાય છે.
જ (૧)નામનિક્ષેપઃ- (૧)વસ્તુને ઓળખવાનો સંકેત તે નામ નિક્ષેપ છે જેમ કે ભગવાનનું નામ મહાવીર છે તે નામ નિક્ષેપ.
(૨)કોઈ પણ વ્યકિત કે વસ્તુનું નામ નહોય તો વ્યવહારજ ન ચાલે. જેમવસ્તુને સાક્ષાત જોવાથી વસ્તુની ઇચ્છા કે વસ્તુ પરત્વે રાગ અથવાઢેષ થાય છે. તેમ વસ્તુનું નામ સાંભળવાથી પણ ઇચ્છા-રાગ કે દ્વેષ પ્રગટે છે. વસ્તુનું નામ તે નામ નિક્ષેપ કહેવાય છે.
જેઅર્થવ્યુત્પત્તિસિધ્ધ નથી. પણ ફક્ત માતાપિતાને અન્ય લોકોનાસંક્તબળથી જાણી શકાય છે. તે અર્થ “નામનિક્ષેપ” જે કોઈ વ્યક્તિમાંસેવક યોગ્ય સેવાનો કોઈ ગુણ નથી છતાં કોઈએ તેનું નામ સેવક રાખ્યું તો તેને નામસેવક કહેવાય. નામને અર્થાન્તરમાં સંજ્ઞા કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org