________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિયેતેમને-સંવરણ માત્ર વા સંવર જેના દ્વારા સંવરણ થાય (કર્મરોકાય) અથવાસંવરણ (કર્મનું રોકવું) માત્ર સંવર છે. સમ ઉપસર્ગ પૂર્વક સ્વાદિ ગણની વૃત્ર વાળ ધાતુને કરણ કે ભાવમાં વધુ પ્રત્યય લગાડવાથી સંવરશબ્દ બન્યો છે.
()નિર્જરા - આત્મા સાથે એકરૂપ બનેલા કર્મોનું ખરજવું તે નિર્જરા.
(૨)નિર્જરવું એટલે કર્મોનું ખરવું. ખરવું,ઝરવું, સડવું, નાશ પામવું તે નિર્જરા. અથવા જેના વડે કર્મોનું ઝરવું અર્થાત્ નાશ પામવું બને તે તપશ્ચર્યાદિ પણ નિર્જરા તત્ત્વ તરીકે જ ઓળખાય છે.
# અહીં ખાસ ખ્યાલ રાખવું કે કર્મનો ક્રમિક ક્ષય અથવા આંશિક ક્ષય તે નિર્જરા છે સર્વથા ક્ષય તો મોક્ષ જ કહેવાય.]
શુભાશુભ કર્મોનો દેશથી ક્ષય થવો-સમ્યક્ત રહિત અજ્ઞાન પરિણામ વાળી નિર્જરા હોવી-અથવા-સમ્યફ પરિણામરહિતની તપશ્ચર્યા તે દ્રવ્યનિર્જરા છે અને કર્મોનાદેશ ક્ષયમાં કારણ રૂપ જે આત્માનો અધ્યવસાય-અથવા-નિર્જરાના સમ્યફ પરિણામયુક્ત જેતપશ્ચર્યાદિ ક્રિયાઓ તે ભાવનિર્જરા છે.
અજ્ઞાન તપ-અજ્ઞાન કષ્ટ યુકત ક્રિયા-અનિચ્છા કે વિશિષ્ટ ઇચ્છા રહિત આપો આપ થતી નિર્જરા જેવી કે વનસ્પતિને ટાઢ-તડકો વગરે સહન કરવા પડે છે તે – આબધી અકામ નિર્ભર છે. સમ્યદૃષ્ટિ જીવો કે વિરતિવંત આત્માઓ જેના વિવેક ચક્ષુ જાગ્રત થયેલા છે તેવાની સમ્યફ ક્રિયા-તપશ્ચર્યાદિ સકામનિર્જરા છે.
નિદ્ ઉપસર્ગપૂર્વક વયોહાન એ દિવાદિગણની ધાતુને કરણ કે ભાવમાં પ્રત્યય લાગ્યો. સ્ત્રીત્વ વિવક્ષામાંમા પ્રત્યય લાગી નિર્બરા શબ્દ બન્યો છે. નિ=Í==ા નિરાં થશે. નિર્નિયતેગનનિર્નર| મä વા નિર્નર
(૭)મોક્ષ-સર્વકર્મોનો સર્વથા ક્ષય કરવો તે મોક્ષ કર્મોનો સંપૂર્ણ ક્ષય તેવ્યમોક્ષ કહેવાય અને સર્વથા યમાં કારણરૂપ આત્માનો પરિણામ એટલે કે સર્વસંવર ભાવ, અબન્ધકતા, શૈલેષીભાવ અથવાચતુર્થ શુકલધ્યાન કેસિધ્ધત્વ પરિણતિને ભાવમોક્ષ કહેવાય છે.
સમ્યગ્દર્શનાદિ કારણો વડે સંપૂર્ણ કર્મોના આત્યન્તિક મૂલોચ્છેદ થવો તે મોક્ષ છે. જેમ બંધનમુકત પ્રાણી સ્વતંત્ર વિહરી શકે છે તેમ કર્મબંધન મુકત આત્મા સ્વાધીનપણે અનંત જ્ઞાનદર્શન સુખાદિનો અનુભવ કરે છે.
આત્માનું પોતાના આત્મામાં જ અવસ્થાન કરવું તે મોક્ષ.
મોક્ષ અને એ ચુરાદિ ગણની ધાતુને કરણ કે ભાવમાં ધનું પ્રત્યય લાગી મોક્ષ પદ બને છે. જીવ અને પુદગલ દ્રવ્યનો પૂર્ણરૂપથી છુટકારો થવો તે મોક્ષ.
જ તત્ત્વ શબ્દની વિશેષ ચર્ચા અધ્યાયઃ૧ સૂત્ર ૨ માં થયેલી જ છે. છતાં તત્ત્વ શબ્દનો સામાન્ય ભાવ અત્રે વિચારીએ. તત્વશબ્દમાં મૂળ તત્ છે. એટલે તત્ માં ભાવવાચી ત્વ ઉમેરતા તત્વ શબ્દ બન્યો જેનો અર્થ છે “તે-પણુ.”
બીજા શબ્દોમાં તત્ત્વોનો અર્થ સદ્ભાવ કે અસ્તિત્ત્વથાય છે. જીવતત્ત્વ એટલે જીવપણું કે જીવનું અસ્તિત્ત્વ. અજીવ તત્ત્વ એટલે અજીવપણું કે અજીવનું અસ્તિત્ત્વ એ રીતે સાતે તત્ત્વોનું અર્થઘટન સમજી લેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org