________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩પ
૧૪૫ ૪ સંસ્કૃતિ તિ : જે એકત્રિત કરે છે. અર્થાત જેવિશેષ ધર્મનોસામાન્ય સત્તાએ સંગ્રહ કરે છે.
# જે વિચાર જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓને અને અનેક વ્યકિતઓને કોઈપણ જાતના સામાન્ય તત્ત્વની ભૂમિકા ઉપર ગોઠવી એ બધાંને એકરૂપે સંકેલી લે છે તે સંગ્રહનય.
# જે નય સર્વ વિશેષોને એકરૂપ સંગ્રહ કરી લે છે તે સંગ્રહનય..
અપેક્ષાભેદથી દરેકમાં સામાન્ય અંશઅનેવિશેષઅંશરહેલછે. સંગઠનયતેમાં સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ ન સંભવે આથી આ નયની દૃષ્ટિવિશાળ છે.
(૧) “જીવ'' અસંખ્યાત પ્રદેશવા છે. એમ ‘જીવ” શબ્દ બોલવાથી બધા જીવોને સમાવેશ તેમાં થઈ જાય છે.
(૨)કોઈ શેઠ નોકરને કહે કે “દાતણ” લઈ આવ. ત્યાં નોકર દાંતણ સાથે પાણીપાવડર-રૂમાલ આદિ લાવશે. ત્યાં દાતણમાં બાકી બધાંનો સંગ્રહ થઈ જશે.
(૩)આ વનસ્પતિ” છે. તેમ કહેતા-પીપડો-લીંબડો-આંબો-વાંસ વગેરે વૃક્ષોનો સમાવેશ થઈ જાય છે.
આમ સંગ્રહનયના અનેક દૃષ્ટાન્ત મળશે. સામાન્ય અંશ જેટલો વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ.
(૩)વ્યવહાર નય - જે શબ્દોથી સામાન્ય લોકો જેવું, લગભગ ઉપચાર રૂપ અને ઘણાં શેયોવાળું જ્ઞાન થાય તે જ્ઞાનને વ્યવહારનય કહે છે.
# વિષે વહરતિ-જે વિશેષતાથી માને છે કે સ્વીકારે છે તેને વ્યવહારનય કહ્યો. જે કેવળ વિશેષ ધર્મને જ ગ્રહણ કરે છે.
જે વિચાર સામાન્ય તત્ત્વ ઉપર એક રૂપે ગોઠવેલી વસ્તુઓના વ્યવહારિક પ્રયોજન પ્રમાણે ભેદ પાડે છે. તે વ્યવહાર નય. '$ જે નય વિશેષ તરફ દૃષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહાર નથ.
આનય કહે છેકેવિશેષ સામાન્યથી અલગ નથી પણ વિશેષવિનાવ્યવહારચાલી શક્તોનથી. જેમકે “દવા” એવા સામાન્ય શબ્દથીબધીદવાલઈ શકાય. પણ “દવાઆપો” એમ કહેવામાત્રાથી ગમેતે રોગ માટે ગમે તે દવા ન અપાય. જેવો રોગ તેવી દવા અપાશે.
આ નયની વિચારણા ન કરો તો “દવા” એવા સામાન્ય સંગ્રહથી કોઈ રોગ માટે જ નહીં. “સ્ત્રીત્વ' એવા સામાન્ય સંગ્રહથી જગતમાં કોઈ માતા-બહેન-પત્ની-પુત્રી આદિ વ્યવહાર ચાલશે જ નહીં.
(૪) જુસૂત્રનયઃ
# જે શબ્દોથી વર્તમાન કાળે વિદ્યમાન પદાર્થોને જ પદાર્થ તરીકે કહેવાય અને જણાય તે જ્ઞાન-ઋજુ સૂત્ર નય.
જે અજુ એટલે સરળ અને સૂત્ર એટલે બોધ.
સરળએવોવર્તમાનતેનોબોધજેમાંથીથાયછેતેજુઆનયઅતીત અને અનાગતકાળને સ્વીકારતો નથી. વસ્તુના અતીતના પર્યાય નાશ પામ્યા છે. અને અનાગત કાળના પર્યાયની ઉત્પત્તિ અ. ૧/૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org