________________
૧૩૫
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૧
(૧)બીજા જ્ઞાનો સાથે કેવળજ્ઞાન હોય છે. પરંતુ કેવળજ્ઞાનને લીધે બીજા બધા ઝાંખા પડી જવાથી ઈન્દ્રિયોની માફક નકામા થઈ પડે છે.
(૨)જેમ ખુલ્લા આકાશમાં સૂર્ય ઉગે ત્યારે તેનું તેજ ઘણું હોવાથી સૂર્યના તેજમાં દબાઈ ગયેલા અગ્નિ-મણિ-ચંદ્ર-નક્ષત્ર વગેરે તેનો પ્રકાશી શકતા નથી, તેમ કેવળજ્ઞાનની પ્રભામાં બીજા જ્ઞાનોપ્રકાશી શકતા નથી.
(૨)કેવળી ભગવંતોને માત્ર કેવળજ્ઞાન જ હોય
(૧) “અપાય અને સદ્દવ્યઃ”તે મતિજ્ઞાન. તે પૂર્વક શ્રુતજ્ઞાન થાય. વળી અવધિઅને મન:પર્યાય જ્ઞાન રૂપિદ્રવ્યોમાં પ્રવર્તે છે. માટે આ ચારેય જ્ઞાનો કેવળિભગવંતોને હોતા નથી.
(ર)મતિ જ્ઞાનાદિક ચારેયનો ઉપયોગ અનુક્રમે હોય છે. એકી સાથે હોતો નથી. પરંતુ સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શનયુકત કેવળીભગવંતોને બીજી કોઈપણ જાતની મદદ વિના એકી સાથે સર્વ પદાર્થોને જાણી લેનારા કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં એક એક સમયને આંતરે ઉપયોગ હોય છે. અર્થાત એક સમયે જ્ઞાન-એક સમયે દર્શન એમ અનુક્રમે પ્રવર્તે છે. તેથી કેવળજ્ઞાન થયા પછી અન્ય કોઈ જ્ઞાનનો ઉપયોગ રહેતો નથી.
(૩)પ્રથમનાં ચાર જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મનાક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા હોય છે અને કેવળજ્ઞાન ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. તેથી કેવળજ્ઞાનીને બીજાં જ્ઞાનો હોતાં નથી.
* બે-ત્રણ અથવા ચાર જ્ઞાનોનો એકી સાથે સંભવ કહ્યો છે. તે શકિતની અપેક્ષાએપ્રવૃત્તિ અપેક્ષાએ નહીં.
જેમ કે મતિ અને શ્રુત એ બે જ્ઞાન વાળો હોય કે અવધિ આદિ ત્રણ જ્ઞાનવાળો કે મન:પર્યાય સહિત ચાર જ્ઞાનવાળો આત્મા હોય
પરંતુ જયારે મતિજ્ઞાનનો ઉપયોગ વર્તતો હોય કે તેને પ્રવૃત્તિ હોય ત્યારે શ્રુતની શકિત હોવાછતાં શ્રુતનો ઉપયોગ હોતો નથી. અવધિની શકિત છતાંઅવધિનો ઉપયોગ હોતો નથી.
એ જ રીતે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ સમયે મતિ-અવધિ કે મન:પર્યાયના વિષયમાં આત્મા ' પ્રવૃત્ત થતો નથી.
એક આત્મામાં એકી સાથે વધુમાં વધુચારજ્ઞાન શકિતઓહોય તો પણ એકસમયમાં કોઈ એક જ શક્તિ પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. તે સમયે અન્ય શકિતઓ નિષ્ક્રિય રહે છે.
મતિ-શ્રુત સાથે હોવા છતાં એકલા મતિનો ઉલ્લેખ કેમ?
શબ્દ રૂપ શ્રુતની અપેક્ષા એ કેવળ મતિજ્ઞાન હોઈ શકે છે. એકેન્દ્રિયાદિ જીવોને સૂક્ષ્મ શ્રત હોવા છતાં અક્ષર બોધ રૂપ શ્રત ન હોય.
અથવા વિશિષ્ટ શાસ્ત્ર રૂપ કે સમ્યફથુતની અપેક્ષાએ એકલા મતિજ્ઞાનનો નિર્દેશ કર્યો છે U []સંદર્ભઃ$ આગમ સંદર્ભ
जे णाणी ते अत्थेगतिया दुणाणि, अत्थेगतिया तिणाणी, अत्यंगतिया चउणाणी, अत्थेगतिया एगणाणी।
जे दुणाणी ते नियमा आभिणिबोहियणाणी सुयणाणी य, जे तिणाणी ते आभिणिबोहियणाणी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org