________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૬
અર્થ:- અવધિજ્ઞાન.
મન:પર્યાય :-મન:પર્યાય જ્ઞાન
૧૨૩
[] [6]અનુવૃત્તિ:- વિશુધ્યપ્રતિપાતામ્યાંતદ્વિશેષ: થી વિશેષ:
[] [7]અભિનવટીકાઃ-અવધિ અને મનઃપર્યાય એ બંને પારમાર્થિક વિક્લ [અપૂર્ણ] પ્રત્યક્ષરૂપે સમાન છે. છતાં તે બંનેમાં કેટલાંક તફાવતો છે તે દર્શાવવા સૂત્રકાર મહર્ષિએ આ સૂત્રની રચના કરેલ છે. (૧)વિશુધ્ધિ:- નિર્મળતા-જેના દ્વારા અધિકતર પર્યાયોનું પરિજ્ઞાન થઇ શકે તેવી નિર્મલતાને વિશુધ્ધિ કહે છે.
વિશેષ પર્યાયના જ્ઞાનને કારણે અવધિજ્ઞાન થી મન:પર્યાય જ્ઞાન ઘણું શુધ્ધ અને સ્પષ્ટ જાણે છે.
જેટલા પરિમાણોને-રૂપ,રસ,ગંધ,સ્પર્શ,શબ્દને જણાવતા એવા રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે. તે અવધિજ્ઞાન વડે ઉપલબ્ધ રૂપી દ્રવ્યો મનઃપર્યાયજ્ઞાનીના વિષયમાં જેટલા આવે છે તેને આ મનઃપર્યાયજ્ઞાની ઘણાં પર્યાયોથી અર્થાત્ વિશુધ્ધતર પણે જાણે છે. (૨) ક્ષેત્રઃ- ક્ષેત્રએટલે શાસ્ત્રીય પરિભાષામાં તેને આકાશ કહેછે—દ્રશ્યમાન અદ્રશ્યમાન રૂપી-અરૂપી દ્રવ્યનો આધાર તે ક્ષેત્ર.
જેટલા સ્થાનમાં સ્થિત ભાવોને જાણે છે તેને ક્ષેત્ર કહે છે.
અંગુલના અસંખ્યાતમાં ભાગમાં ઉત્પન્ન થઇ ને સર્વે લોકસુધી અવધિજ્ઞાન હોય છે. મન:પર્યાય જ્ઞાન તો માનુષક્ષેત્રમાં જ હોય છે, બીજા ક્ષેત્રમાં હોતું નથી.
અંગુલના અસંખ્યેય ભાગ કરોતેમાંનો એક ભાગ થાય એટલાજ ક્ષેત્રમાં માત્ર જેટલા રૂપી દ્રવ્યો જધન્યથી રહ્યા હોય તે સર્વદ્રવ્યોને જુએ અને શુભ અધ્યવસાયના બળે વધતા જતા જ્ઞાનથી વધુને વધુ રૂપી દ્રવ્યોને જાણતો તે અવધિજ્ઞાની સર્વલોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જુએ છે.
જયારે મનઃપર્યાય જ્ઞાનનું આટલું મોટું નથી. તે માત્ર અઢીદ્વિપના તથા બે સમુદ્રના સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીના મનોગત ભાવોને જ જાણે છે. શર્કરા પ્રભાદિ અન્ય કોઇપણ ક્ષેત્ર કે ઉર્ધ્વલોકને જાણતા નથી.
જ
[નોંધઃ-લોકપ્રકાશ ગાથા ૯૨૮-૯૨૯ મુજબ-મનઃ પર્યવજ્ઞાની સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય-દેવ કે તિર્યંચના મનના પર્યાયોને ઉપર ૯૦૦ યોજન સુધી અને નીચે ૧૦૦૦ યોજન સુધી જાણી શકે છે] (૩)સ્વામી:- માલિક--જે જે જીવોને આ જ્ઞાન હોય છે તેને વિવક્ષિત જ્ઞાનના સ્વામી સમજવા- જ્ઞાનના ઉત્પાદયિતા તે સ્વામી
અવધિજ્ઞાનસંયતા સંયત [સંયતને અને અસંયતને હોય છે તેમજ સર્વગતિમાં પણ હોય છે. અર્થાત્ આ જ્ઞાન દેવ-નાક-તિર્યંચ-મનુષ્ય બધાંને થઇ શકે છે અને તે વિરતિવંત સાધુ
કે અવિરતિ જીવોને પણ હોય છે.
જયારે મનઃપર્યાય જ્ઞાન મનુષ્યને જ થાય છે અને તે પણ સંયતને અર્થાત્ અપ્રમત્ત સર્વવિરતિ ધર સાધુ મહાત્માઓનેજ.
અહીં મનુષ્ય ગ્રહણ થતા દેવ-ના૨ક અનેતિર્યંચનેનજ થાય તેમ સમજવું. અને સંયતનું ગ્રહણ કરવાથી મિથ્યાદ્રષ્ટિ અવિરતિ-દેશવિરતિ-પ્રમત્ત આદિ સર્વનો નિષેધ થઇ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org