________________
૧૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [6]અનુવૃત્તિ - આ સૂત્રમાં કોઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી.
U [7]અભિનવટીકા- આ સૂત્રમાં મન:પર્યાય જ્ઞાનના સ્વરૂપને રજૂ કરવા માટે તેના બે ભેદને રજૂ કરેલ છે. સામાન્યથી મન:પર્યય જ્ઞાનનો ઉલ્લેખ તો અધ્યાયઃ ૧ સૂત્રઃ૯માં કર્યો છે. અહીં તેની વિશેષ સ્પષ્ટતા છે.
* મન-પર્યાય - એટલે મનના વિચારો. અર્થાત પરિણામ વિશેષ.
મન:પર્યાય અને મન:પર્યવ બંને શબ્દો એકાર્થક રૂપે વર્ણવ્યા છે. મન:પર્યવ જ્ઞાનથી, મનના પર્યાયો-વિચારો જ પ્રત્યક્ષ દેખાય છે. તે થકી વિચારણીય વસ્તુ પ્રત્યક્ષ થશે નહીં. જે વસ્તુ સંબંધિ વિચારણા હોય તે વસ્તુ અનુમાનથી જણાય છે.
કેમ કે મને જયારે વિચારો કરે ત્યારે વિચારણીય વસ્તુ અનુસાર મનોવર્ગણાના પુદ્ગલોના જુદાજુદા આકારો ગોઠવાય છે. આ આકારો એ જ મનના પર્યાયો છે.
જ આ જ વાત થોડી શાસ્ત્રીય પરિભાષામાં રજૂ કરતા કહી શકાય કે મનવાળા સંશી પ્રાણીઓ કોઈ પણ વસ્તુનું ચિંતનમનથી કરે છે. ચિંતન સમયે ચિંતનીય વસ્તુના ભેદ પ્રમાણે ચિંતનકાર્યમાં પ્રવર્તેલુંમનભિન્નભિન્ન આકૃતિઓને ધારણ કરે છે. એ આકૃત્તિઓ જમનના અથવા મનને વિશે ઉત્પન્ન થયેલા પર્યાય છે. મન: પર્યાયા: મનસિ પર્યાયા:
મનના પર્યાયો માટે પાત્ર એવો શબ્દ પણ વપરાય છે. કેમ કે જેમ અક્ષર અથવા ચિત્રોની અમુક પ્રકારે આકૃતિ બને છે તેમ અહીં મન:પર્યાય મુજબ મનના આકારો રૂપાન્તર પામે છે. આ રૂપાન્તરીત આકૃતિ પરથી અમુક જીવ શું વિચારે છે તે કહી શકાય છે.
જ મનના પર્યાયની પ્રક્રિયા.
જ જગતનાં પંચેન્દ્રિયજીવોબે પ્રકારે છે.(૧)મનવાળા (૨)મનવગરના અર્થાત્સંગી અને અસંજ્ઞી..
તેમાં મનવાળા પ્રાણીઓને જન્મ પૂર્વેજ મન પર્યાપ્તિ બનવાની શરૂ થઈ જાય છે. પછી જીવ તેના અને કાયયોગના બળથી મનોવર્ગણાના પુગલોને આકર્ષે છે. તે આકર્ષેલા પુદગલોને વિચારી શકાય તેવા મનપણે પરિણમાવે છે. પરિણામાવીને તેનું મન બનાવે છે અને તેમનથી વિચાર કરે છે.
વિચાર્યાબાદ તુરંત તે મનના પુગલોને છોડી દે છે. આ રીતે મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ-પરિણમન-અવલંબન-અને વિસર્જન ચાર ક્રિયા થાય છે, તે ક્રિયા સમયે જેવા વિચાર હોય તેવી આકૃત્તિ તે પુદ્ગલોની ગોઠવાય છે. જેને મનના પર્યાય કહે છે.
જ મન:પર્યાવજ્ઞાનનું નિમિત્તઃ- આખી પ્રક્રિયા જાણવાથી કદાચ એમ થાય કે મન:પર્યાય જ્ઞાનમાં નિમિત્તભૂત મન હશે.પણ તેમ નથી.
મન:પર્યાયમન વડે પરિણમે છે. તે વાત સત્ય છે. પરંતુ મન:પર્યાય જ્ઞાન થવામાં એટલે ઉત્પત્તિમાં કારણ ભૂત મન નથી તે જ્ઞાનની ઉત્પત્તિ તો આત્માની શુધ્ધિથી જ થાય છે. આ જ્ઞાન સ્વ-પર બંનેના મનના પર્યાયો જાણવામાં મદદગાર છે. પણ તે આત્મ પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી. માટે મન એ મન:પર્યાય જ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી. મન:પર્યાય જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org