________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૯ જુએ છે અને વિચારે છે.
આ રીતે આ બંને ઇન્દ્રિયો અપ્રાપ્યકારી વિષયને જ અવગ્રહે છે. તેથી સીધો અર્થાવગ્રહ થાય છે પણ વ્યંજનાવગ્રહ થતો નથી.
* તૃતીયા વિભકિત - સૂત્રમાં તૃતીયા વિભક્તિ કરણ અથવા સહાર્થે પ્રયોજેલી છે. કરણ એટલે સાધન. જેમ કે ચક્ષુ અને મનરૂપ સાધન વડે વ્યંજનાવગ્રહ થતો નથી. ત્યાં કરણ તૃતીયા થઈ.
ચક્ષુ તથા મન સાથે એટલે ઉપકરણ ચક્ષુ ઇન્દ્રિય સાથે અથવા નોઈન્દ્રિય અર્થાત મન કેઓઘ જ્ઞાન સાથે તે રૂપાકાર પરિણત પુદ્ગલોકે ચિત્ત્વમાન વસ્તુ વિશેષનો સંબંધ[સંશ્લેષ થતો નથી અહીં સહાળે તૃતીયા થઈ.
શ્રી ભાષ્યકારના જણાવ્યા મુજબ મતિજ્ઞાન ભેદોમતિજ્ઞાન બે પ્રકારે ચાર પ્રકારે અઠ્ઠાવીસ પ્રકારે-૧૬૮ પ્રકારે અને ૩૩ પ્રકારે છે.
જ બે પ્રકારઃ- તત્ત્વાર્થસૂત્રાનુસાર બે પ્રકારે મતિજ્ઞાન એટલે (૧) ઇન્દ્રિય નિમિત્તક (૨)અનિન્દ્રિય નિમિત્તક [અધ્યાયઃ૧ સૂત્ર ૧૪ જુઓ તદ્રિયનિદ્રિય નિમિત્તમ
શ્રી નંદિસૂત્ર મુજબના મતિજ્ઞાનનો બે ભેદआभिणिबोहियनाणं दुविहं पण्णत्तं तं जहा सुयनिस्सियं च, अस्सुयनिस्सिअंच આભિનિબોધિક [મતિજ્ઞાન] બે પ્રકારે છે. (૧)શ્રુત નિશ્રિત (૨)અશ્રુત નિશ્ચિત
# પ્રાય: શ્રુતના અભ્યાસ વિના સહેજે જ વિશિષ્ટ ક્ષયોપશમને વશે મતિ નીપજે તેને અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન જાણવું
૪ શ્રતને અભ્યાસ-ઈન્દ્રિયાર્થથકી વ્યવહાર સંપજે તે શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન જાણવું અહીં સૂત્ર ૧૫ થી સૂત્ર ૧સુધીની ચર્ચામાં જણાવેલા ૩૩૬ ભેદો શ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના છે.
• ચાર પ્રકારે મતિજ્ઞાનઃ- સૂત્ર ૧:૧૫ પ્રવપ્રદાયધાર-મુજબ શ્રિત નિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદો છે. અવગ્રહ ઇહા અપાય ધારણા.
* શ્રી નંદિસૂત્રમાં જણાવ્યા મુજબ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના પણ ચાર ભેદો છે– असुय निस्सियं चउव्विहं पण्णत्तं तं जहा उप्पत्तिया १ वेणईया २ कम्मिया ३ परिणामिया ४
(૧)ઔત્પાતિકી -પ્રસંગોપાત જરૂરિયાત મુજબ સહેજે પોતાની મેળે જજે બુધ્ધિ ઉપજે અનેઉદ્ભવેલ સમસ્યાનું નિવારણ કરી શકે તે ઔત્પાતિકીબુધ્ધિ.જેમ કેબીરબલ અભયકુમાર કે રોહકની મતિ.
(૨)વૈનાયિકીઃ-ગુરુનો વિનય સુશ્રુષા આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ-બુધ્ધિ જેમ કે નિમિત્તજ્ઞ શિષ્યની મતિ
(૩)કાર્મિકીઃ- કર્મ કરતા અભ્યાસ પૂર્વક કે ઉપયોગ પૂર્વક કાર્યોના પરિણામ જોવા વાળી મતિ-બુધ્ધિ જેમ કે ખેડુતની ચિત્રકારની મતિ.
(૪)પારિણામિકીઃ- અનુભવોથી પ્રાપ્ત થતી અથવા દીર્ઘકાળના પૂર્વાપર અર્થના અવલોકન વાળી મતિ-બુધ્ધિ. જેમ કે વજસ્વામી- ઉદિતોદિત રાજાની મતિ.
છ પ્રકારે મતિજ્ઞાન - સ્પર્શન-રસના-ધ્રાણ-ચક્ષુ-શ્રોત્ર મન એ છ ઈન્દ્રિય (પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org