________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧૮
૯૫
વ્યંજનાવગ્રહ માં અર્થનું અવ્યકત પણુંછેજયારે અર્થાવગ્રહમાં અર્થનું વ્યક્ત કે પ્રગટપણું છે.તેને દૃષ્ટાન્ત થી જોઇએ-અંધકારમાં અથવા બેધ્યાનપણામાં પુસ્તકનો સ્પર્શ થાય ત્યારે ક્ષણવાર તે વસ્તુનું જ્ઞાન પ્રગટપણે થતું નથી. પુસ્તકના સ્પર્શ વિશે આ અવ્યકત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ.
પરંતુ જયારે પ્રગટરૂપે પુસ્તકનું સ્પર્શ જ્ઞાન થાય ત્યારે તેને અર્થાવગ્રહ કહેવાય. જે અવ્યક્તનો અર્થ:- એક માટીનું કોરું વાસણ હોય તેને પાણીના છાંટા નાખી ભીંજવવાનું શરૂ કરવામાં આવે ત્યારે થોડાક છાંટા પડવા છતાં તે સુકાઇ જાયછે જોનાર ને તો તે વાસણ કોરું જ લાગશે છતાં યુકિતથી તો તે ભીનું છે એ વાત માનવી જ પડશે.
અહીં જયાં સુધી માટીનું વાસણ પાણી ચૂસી જાય છે. ત્યાં સુધી તેમાં પાણી દેખાતું નથી. છતાં તે વાસણ પાણી વગરનું તો ન જ કહી શકાય. પાણી છે પણ અવ્યકત રૂપે છે. [પાણી વ્યકતરૂપે ત્યારે જ કહેવાય જયારે વાસણ ભીનું દેખાવા લાગે.]
આ રીતે કાન-નાક-જીભ અને ત્વચા એ ચાર ઇન્દ્રિયોનો પોતાના વિષયો સાથે સંશ્લેષ થતા જ્ઞાન ઉત્પન્ન થઇ શકે છે, પણ થોડા સમય સુધી વિષય સાથે ઇન્દ્રિયનો મંદ સંબંધ રહેતો હોવાથી પ્રગટ જ્ઞાન જણાતું નથી. યુકિતથી તો માટીના વાસણની ભીનાશ માફક અહીં પણ જ્ઞાનનો આરંભ થયો તે વાત માનવી જ પડશે. આ અવ્યકત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ.
[નોંધઃ-વ્યંજનાવગ્રહ વિષયનું સ્વરૂપ જ સ્પષ્ટ નથી તો પછી ઇહા-અપાય-ધારણાનું જ્ઞાન તો થવાનું જ કયાંથી? તેથી અવ્યકત એવા આ વ્યંજનાવગ્રહને ઇહાદિક હોતાં જ નથી.]
વ્યકતનો અર્થ:- જે રીતે ઉપરોકત દૃષ્ટાન્તમાં માટીનું વાસણ ભીનું દેખાય ત્યારે તેને વ્યકત કે પ્રગટ જ્ઞાન કહ્યું, તેમ પ્રગટ પણે સ્પર્શદિ જ્ઞાન થાય તેને વ્યકત કહેવાય.
વળી સૂત્ર ૧:૧૯ માં જણાવશે તે મુજબ મન અને ચક્ષુ દ્વારા જે જ્ઞાન થાય તે વ્યકત જ્ઞાન જ થશે. કેમ કે અવ્યકત જ્ઞાન આ બંનેમાં થતું નથી. આ વ્યકત જ્ઞાન તે અર્થાવપ્રદ આ અર્થાવગ્રહ પાંચે ઇન્દ્રિય અને મન થકી થાય છે. જયારે વ્યંજનાવગ્રહ સ્પર્શન-૨સન-પ્રાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિય થકી જ થાય છે.
* જેનાથી અર્થનું જ્ઞાન થાય તેને વ્યંજન કહ્યું. ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધથી જ અર્થનું જ્ઞાન થાય છે.[ચક્ષુ અને મન સિવાયની ઇન્દ્રિયો લેવી] તેથી ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર સંબંધને વ્યંજન કહે છે.
આ સંબંધમાં થતું અત્યંત અવ્યકત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. પછી ‘‘કંઇક છે’’ એવું સામાન્ય જ્ઞાન તે અર્થાવગ્રહ. અહીં એક નિયમ ખ્યાલમાં રાખવો કે વ્યંજનાવગ્રહ થાય તો અર્થાવગ્રહ થાય જ તેવો કોઇ નિયમ નથી.
જ્ઞાનધારા આવિર્ભાવક્રમઃ-આત્માની ની આવૃત્ત જ્ઞાનધારાનેઆવિર્ભૂત થવા માટેપ્રારંભમાં તો ઇન્દ્રિય અને મનની બાહ્ય મદદ જરૂરી બનશે પણ જ્ઞાનધારાનો આવિર્ભાવક્રમસમાન હોતો નથી. આ ક્રમે બે પ્રકાર છેઃ
(૧)મંદક્રમઃ- ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણેન્દ્રિયનો સંયોગ વ્યઞન- થતાં જ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org