________________
| હેમણે ૭ આબૂની, પ સંખેશ્વરની, ૨ તારંગાની, ૨ - તરીકપાશ્વનાથની, ૨ સિદ્ધાચલની અને ૧ ગિરિનાક્ની એમ યાત્રાઓ કરી હતી. વળી હેમણે જિનબિંબની પ્રતિષ્ઠાએ પણ ઘણી કરી હતી. એકલા કરવાડામાંજ એક સાથે અઢીસો. બિંબની પ્રતિષ્ઠા કરી હતી.
છેવટ–તેઓ સં. ૧૭૧૧ ના આષાઢ વદિ ૧ ને મંગળવારે પ્રાતઃકાલમાં ખંભાતમાં સ્વર્ગવાસી થયા હતા.
(૮)
વિજયપ્રભસૂરિ. ( આ આચાર્યની ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૩૮ અને પર નંબરની એમ ૧૦ સઝા છે. )
આ આચાર્ય શ્રીને જન્મ, કચ્છ દેશના મનહરપુરમાં ઓશવાલવંશીય શા શિવગણની ભાર્યા ભાણેની કુક્ષિથી સં. ૧૬૭૭ના માઘ સુદિ ૧૧ ના દિવસે થયે હતો. હેમણે સં. ૧૬૮૬ માં આચાર્ય વિજયદેવસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તે વખતે હેમનું નામ વીરવિજય રાખવામાં આવ્યું હતું. સં. ૧૭૦૧ માં હેમને પંન્યાસ પદ મળ્યું હતું. અને સં. ૧૭૧૦ ના વૈશાખ સુદિ ૧૦ ના દિવસે ગધારમાં આચાર્ય પદવી મળી હતી. આ વખતે અમદાવાદના રહીશ અખેચંદ દેવચંદની ભાર્યા સાહિબદેએ પદમહોત્સવ કર્યો હતે. આચાર્યપદ વખતે હેમનું નામ વિજયપ્રભસૂરિ રાખવામાં આવ્યું હતું. સં. ૧૭૧૧ ની સાલમાં તેઓ હારે વિજયદેવસૂરિની સાથે અમદાવાદ આવ્યા હતા, ત્યહારે સૂરાના પુત્ર સાધનજીએ ૮૦૦૦ મહમુદિકા ખરચીને ગણનુજ્ઞાન નદિમહોત્સવ કર્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org