________________
, ,
,
''
,
"
,
ત્યારે તેઓ રાધનપુરમાં હતા, હારે હેમને અકબર બાદશાહ તરફથી નિમંત્રણ આવ્યું હતું. તેથી ગુરૂના શુભાશિવદપૂર્વક વિહાર કરી, ઘણું ગામમાં પ્રતિબંધ કરતા તેઓ લાહેર ગયા હતા. લાહેરમાં જતાં ખાનપુર સુધી સેકોના ટોળેટોળાં હેમની હામે આવ્યાં હતાં. દીલ્લી દરવાજે થઈને હેમણે લાહેરમાં પ્રવેશ હતું, અને કાશ્મીરી મહેલમાં હેમણે અકબર બાદશાહની મુલાકાત લીધી હતી. પિતાના ઉપદેશના પ્રભાવથી હેમણે બાદશાહને બહુ પ્રસન્ન કર્યો હતો. આ પ્રસન્નતાના પરિણામે બાદશાહે ગાય, બળદ, પાડા અને ભેંશને વધ કેઈ કરે નહિં, અને મરેલ માણસની મીલકત લઈ લેવી નહિં, એવા હુકમ બહાર પાડ્યા હતા, તેમે બંદીવાનેને પણ છેડી મૂક્યા હતા. વળી બાદશાહે હેમને “સવાઈ' નું ટાઈટલ પણ આપ્યું હતું. અહિ હેમણે બે માસાં કર્યા હતાં. બીજા ચોમાસામાં હેમને હીર વિજયસૂરિની બીમારીના સમાચાર મળ્યા, તેથી હેમણે માસામાં જ ગુજરાત તરફ વિહાર કર્યો હતો. પરંતુ પાટણમાં આવતાં જ હેમને હીરવિજયસૂરિના ઉનામાં રવર્ગવાસ થયાના દુઃખદાયક સમાચાર મળી ગયા, આથી હેમને બહુ ખેદ થયે હ. - આ આચાર્યશ્રીએ ગુજરાત, સારડ, મારવાડ, મેવાત વિગેરે
માં વિચારીને જેમ ઘેણા જીને પ્રતિબોધ કર્યો હતો, તેમ પિતે સિદ્ધાચલ, ગિરિનાર, રાણકપુર, સંખેશ્વર વિગેરે તીર્થોની યાત્રાએ પણ ઘણુ કરી હતી. હારે હેમણે સિદ્ધાચલજીની યાત્રા કરી,
હારે હેમની સાથે સાડાત્રણસે સાધુઓ હતા. વળી હેમના હાથે કાવી, ચાંપાનેર, અમદાવાદ, ગંધાર, ખંભાત અને પાટણ વિગેરેમાં પ્રતિષ્ઠાઓ પણ ઘણી થઈ હતી. એકંદર ચાર લાખ જિનબિબે હેમના હાથે થાપન થયાં હતાં. તેમ તેમના ઉપદેશથી. તારા, સંખેશ્વર, વિમલાચલ, પંચાસર, રણપુર, આરાસણ એને વિદ્યાનગર વિગેરેમાં ઉદ્ધારોપણ થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org