SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રી. હેમ સારસ્વત સત્રઃ અહેવાલ જેટલે યશ દિવસ સુધી સતત કાર્ય કરી જ્ઞાનને સમૃદ્ધ કરનાર તપસ્વીઓને ફાળે જાય છે તેટલે જ તેને સાચવનાર ધનાઢયોને ફાળે પણ જાય છે. મુસ્લિમોએ જ્યારે તેરમા સૈકામાં પાટણને ઉખેડી નાખ્યું ત્યારે બ્રહ્મણોનું જ્ઞાન નાબૂદ થયું, પરંતુ જેનેએ કોઈ એવી કુનેહ ને મુત્સદ્દીગીરીથી કામ લીધું કે પરદેશીઓ જેનપુરતોને ન આવી શક્યા. દુનિયામાં ભાગ્યે જ એવાં સ્થળ હશે, જ્યાં આઠ નવસ વર્ષનાં જૂનાં પુસ્તકો મળે. તમારા જ્ઞાનમંદિરમાં તે પંદર હજાર જૂનાં પુસ્તક છે, જેમાંનાં કેટલાંક તે તાડપત્રો ઉપર છે. એમાં કંઈ માત્ર અમુક ધમેનું જ કે કેવળ ધાર્મિક જ સાહિત્ય નથી. પરંતુ એમાં નાટક, કાવ્ય, વેદાંત, અને આયુર્વેદ વગેરે વિષય ઉપરનાં પુસ્તક આ જ્ઞાનમંદિર દ્વારા શ્રી. હેમચંદભાઈએ આખા હિન્દની જ નહિ પણ દુનિયાની ભાષાવિદ્યાની સેવા કરી, તેની ઉપર ઉપકાર કર્યો છે. આ બધું જોઈને મને ખૂબ જ હર્ષ થાય છે. પરંતુ આ શાનમંદિર માત્ર નામનું જ મંદિર ન થાય એ વાત લક્ષમાં રાખવાની છે. એમાં એવા વિદ્વાનોને ગોઠવવા જોઈએ કે જે જ્ઞાનને તેમાં પડેલા સાહિત્યને – પુનરુદ્ધાર કરે અને જગતની વિદ્યામાં વૃદ્ધિ કરે. વિદ્યાનું સવરાજ જુદું છે. આપણા સાહિત્યનાં કેટલાંક સુંદરમાં સુંદર પુસ્તકે અહીંથી પરદેશીઓ લઈ ગયા છે અને તેના ઉપર ટીકા કરી તેમણે માન મેળવ્યું છે. જે વિદ્યા હજારો વર્ષો થયાં પેઢી દર પેઢી ચાલી આવે છે, તે સંસ્કારસ્વામીઓ અને તપસ્વી મહાત્માઓને આભારી છે, એમને એ જ્ઞાન આપણે સંધીને જગતને ખેળ ધરીએ તે તેમાં આપણને ખરેખર ગૌરવ મળે. સૈકાઓ સુધી વિદ્વાને જ્ઞાનને પુનરુદ્ધાર કરી શકે એટલું બધું સાહિત્ય આપણું ભંડારમાં પડયું છે. એ જ્ઞાનને વિદ્વાને એ રીતે જ્યારે પુનરુદ્ધાર કરશે ત્યારે જ ભારતવર્ષની વિદ્યા સજીવન થશે અને પૂર્વજોનું જીવન અને કવન સાર્થક ગણાશે. ગુજરાતના એક સુંદર ચિત્રને નમૂને ન્યૂ ર્કમાં છે, આમ આપણું પુસ્તકો રાઈ – લૂંટાઈ ગયાં છે. જે કાંઈ બાકી રહ્યું છે. તેને પણ સાચવી રાખવાની શક્તિ આપણે કેળવવી જોઈએ. છે. સા.સ.-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy