________________
રાજર્ષિ કુમારપાલ
લેખકઃ જિનવિજય મને
ફમાપાલરાજાનું અને ગુજરાતના ઇતિહાસમાં એક અનેરુ સ્થાન ભોગવે છે. કેવળ ગુજરાતના ઇતિહાસમાં જ નહીં આ પાયે ભારતના ઇતિહાસમાં પણ તેનું વિશિષ્ટત્વ ખાસ જુદા તરી - છે. તેનું જીવન એક સાધારણ જીવન જેવું સામાન્ય ન હતું, તેનામાં અનેક અસાધારણુતા હતા. મનુષ્ય જીવનના ઉચ્ચન પ એની બધી દશાએ તેના જીવન સાથે સંકળાઈ હતી. સુખ અને દુઃખની અનેકવિધ અનુભૂતિઓને તેના આત્માને સાક્ષાત્કાર થયો હતો. તેનું જીવન એક મહાકાવ્ય જેવું હતું જેમાં શુગાર, હા, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્દભુત અને શાન્ત એમ નવે રસેને પરિપાક થયો હતો. માધુર્ય, ઓજસ અને પ્રસાદ એ ત્રણે ગુણો તેની જીવન કવિતામાં ઓતપ્રોત થયા હતા. સુકુલ જન્મ, દૈવકોપ, કુટુંબવાગ, દેશ ત્યાગ, સંકટ સહન, સાહાય-અસહાય સુધા-તૃષા -પીડન,ભીક્ષાયાચન, હર્ષ—શોક-પ્રસંગ, અરણ્યાદિ-પરિભ્રમણ, છવિતા પત્તિ, રાજ્યપ્રાપ્તિ, યુદ્ધપ્રવૃત્તિ, શત્રુસંહાર, વિજયયાત્રા, નીતિ-પ્રવર્તન, ધર્મપાલન, અભ્યદયારહણ અને અંતે અનિચ્છિતભાવે મરણ: ઇત્યાદિ ઈત્યાદિ એક મહાખ્યાયિકાના વિવિધ વર્ણન માટે આવશ્યક એવી સર્વ રસોત્પાદક સામગ્રી, તેની જીવનાખ્યાયિકામાં અંતગ્રથિત થઈ હતી.કાવ્યમીમાંસકેએ ઉત્તમકાવ્યની સુષ્ટિ માટે કાવ્યશાસ્ત્રમાં જે એક ધીરદાર નાયકની રમ્ય વર્ણન કરેલી છે તેને તે યથાર્થ આદર્શ હતે. મનુષ્યજીવનમાં અનુભવાતી અપકર્ષ અને ઉત્કર્ષની ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓનું તેના એ એક જ જીવનમાં વિચિત્ર સમેલન થયું હતું. તેના એવા એ અસાધારણ જીવનને પૂર્ણ ઇતિહાસ આપણને ઉપલબ્ધ નથી. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org