SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદ એ કયો શિષ્ય તમારી નજરે પડે છે ત્યારે હેમચન્દ્ર સિદ્ધરાજ સાથે રામચન્દ્રને પરિચય કરાવે છે અને હેમચન્દ્ર જેવા મહાન આચાર્યના શિષ્યને છાજે તેવી રીતે “એકદષ્ટિ ” બનવાની સૂચના સિદ્ધરાજ રામચન્દ્રને આપે છે. જયસિંહરિનું “કુમારપાળચરિત્ર” જણાવે છે કે હેમચન્દ્રના અવસાનથી કુમારપાળને થયેલ શોક રામચન્દ્ર શમાવ્યો હતો. રામચન્દ્રની લેખનપ્રવૃત્તિ રામચન્દ્ર “રઘુવિલાસ,” “નલવિલાસ, “યવિલાસ,” “સત્યહરિશ્ચન્દ્ર,” “નિર્ભયભીમવ્યાયેગ,” “મલ્લિકામકરન્દપ્રકરણ,” “રાવવાયુદય,' “ોહિણમૃગાંપ્રકરણું,” “વનમાલાનાટિકા,” “કૌમુદીમિત્રાણુંદ” અને “યાદવાલ્યુદય’ એ પ્રમાણે અગિયાર નાટકે અને સુધાકલશ' નામે સુભાષિત કેશ લખ્યાં છે. આ ઉપરાંત, પિતાના ગુરુભાઈ ગુણચંદ્રની સાથે “નાટયદર્પણ” એ નાટયશાઅને અન્ય અને “દ્વવ્યાલંકાર' એ ન્યાયશાસ્ત્રને ગ્રન્થ લખ્યો છે. એ બન્ને ઉપર વૃત્તિ પણ એમણે પોતે જ લખી છે. ‘કુમારવિહારશતક’ અને યુગાદિદેવતાવિંશિકા ” એ કાવ્યો પણ રામચન્દ્ર લખ્યાં છે. નાટયશાસ્ત્રી રામચન્દ્ર આમાં “નાટયદપણુ' અત્યંત મહત્વનું છે; કેમકે નાટયશાસ્ત્ર પરના સંરક્ત ગ્રન્થા માત્ર આંગળીના વેઢે ગણાય એટલા છે. નાટયશાસ્ત્ર ઉપરાંત બીજી રીતે પણ “નાટયદર્પણની અગત્ય છે. વિવિધ વિષયોનાં ઉદાહરણો આપવા માટે એમાં રામચન્દ્ર કુલ ચુંમાલિશ સંસ્કૃત નાટકમાંથી અવતરણ કર્યા છે અથવા એ નાટકના પ્રસ્તુત ઉલ્લેખ કર્યા છે. આ નાટકોમાંનાં કેટલાંક તો આજે અપ્રાપ્ય છે. વિશાખદત્તનું ‘દેવીચન્દ્રગુપ્ત’ નાટક જે અત્યારે મળતું નથી. તેનાં સંખ્યાબંધ અવતરણો “નાટયદર્પણ”માં જળવાઈ રહ્યાં છે અને તેથી માર્યકાળના ઇતિહાસ ઉપર કેટલાક પ્રકાશ પડે છે. રામચન્દ્ર નાટયદર્પણ'માં નાટયશાસ્ત્ર રસશાસ્ત્ર અને અભિનયકલા પરત્વે કેટલાંક મહત્વનાં અને તે કાળને લક્ષમાં લેતાં તે પ્રણાલિકાભંજક ગણી શકાય એવાં વિધાન કર્યા છે. પૂર્વકાળના સર્વ અલંકારશાસ્ત્રીઓનું – જેમાં રામચન્દ્રના ગુરુ હેમચન્દ્રને પણ સમાવેશ થઈ ૨. જુઓ “પ્રભાવકચરિત ” “ હેમાચાર્ય પ્રબંધ' : ક, ૧૨-૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy