________________
IV
પ્રકાશકીય
શ્રી હિમવદાચાર્યનિર્મિતા ‘સ્થવિરાવલી અને તેની આસપાસ' પુસ્તકના આ પ્રકાશન અવસરે હૈયે હરખ ઉભરાય છે. માત્ર ૧૦ પાનાની પુસ્તિકા ‘હિમવદાચાર્યનિર્મિતા સ્થવિરાવલી' પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી સંશોધિત શાહ હીરાચંદજી રૂપચંદજી તરફથી શ્રી આત્માનંદ સ્વર્ગવાસ અર્ધ શતાબ્દિ જૈન સિરીઝ નં. ૪ રૂપે પ્રકાશિત થયેલ. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં તે જીર્ણ-શીર્ણ અને અલભ્ય જેવી બનતાં અમારા ટ્રસ્ટના પ્રેરણાસ્રોત વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રી. વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી પુનઃ સુઘડ - વ્યવસ્થિત સંપાદનાર્થે વિદ્વર પંન્યાસજી શ્રી ગુણસુંદર વિજય ગણિવરશ્રીને મોકલાવાઈ. તેઓ આવા અદમ્ય ઉત્સાહ ને ખંતપૂર્વક પૂર્વપ્રકાશિત ઐતિહાસિક ગ્રંથોનું દોહન કરીને સોનાની લગડીને આવા સુંદર ઘરેણાનું સ્વરૂપ આપી દેશે તેવી તો સ્વપ્નમાંયે કલ્પના નહીં. તે બદલ અમે પૂજ્યશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ ને ભવિષ્યમાં પણ આવા ગ્રંથોનું સંપાદન કરીને પ્રકાશિત કરવાનો અમને લાભ આપે તેવી વિનમ્ર પ્રાર્થના કરીએ છીએ. પુનઃ પ્રકાશન પ્રસંગે પૂર્વ પ્રકાશકસંપાદકનો પણ હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.
‘કલિકાળે જિનબિંબ જિનાગમ ભવિયણ કુ આધારા' જિનમંદિરોના જિણોદ્ધારમાં તો આપણે અગ્રેસર જ છીએ, સાથે સાથે તે જિનના જ માર્ગનો પ્રકાશ કરનાર જિનાગમો-શ્રુતસાહિત્યનો જિર્ણોદ્ધાર એ પણ અતિ અગત્યની ફરજ છે. પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા ને માર્ગદર્શન ઝીલી આ શ્રુતરક્ષાનું કાર્ય અમે આરંભ્યું. આજ સુધીમાં ૩૨૫ જેવા પ્રાચીન પુસ્તક-પ્રતાદિ નવજીવન પામીને ભારતભરના જ્ઞાનભંડારોના આભૂષણ બન્યા છે. શ્રુતદેવી ભગવતી મા સરસ્વતી અમને આ કાર્યમાં સહાયતા અર્પે તે જ અભ્યર્થના...
લિ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
લલિતકુમાર કોઠારી,
ચંદ્રકુમાર બી. જરીવાલા,
Jain Education International
સ્થવિરાવલી
For Private & Personal Use Only
પુંડરિકભાઈ શાહ
www.jainelibrary.org