________________
૧૮ : સંતની અમૃતવાણી
પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા ગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વનરૂપ યોગે આ જીવ પિતાને પિતાના નહિ એવાં બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એજ માન્યતા તે સંસાર છે, તેજ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તેજ છે, તેજ જન્મ છે, મરણ છે અને તેજ દેહ છે, દેહના વિકાર છે.
તેજ પુત્ર, તેજ પિતા, તેજ શત્રુ, તેજ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અથે સત્સંગસપુરુષાદિ સાધન કહ્યાં છે.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org