________________
સંતની અમૃતવાણી : ૧૬૩
પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું અનભ્યાસથી–તેના અપરિચયથી–તેને ઉપશમ કરવાથી– તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવાયેગ્ય દેખાય છે-ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવાયેગ્ય હોવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
છ પદ:–તે મોક્ષનો ઉપાય છે.”
જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મેક્ષિપદના ઉપાય છે.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org