________________
૧૪૦ : સંતની અમૃતવાણી
આ આત્મભાવ છે અને આ અન્યભાવ છે, એવું બધીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્યભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉપન્ન થાય છે.
અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજ-પરભાવ જેણે જાણ્યા છે, એવા પુરૂષને ત્યાર પછી પરભાવના કાર્યને જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીને સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી.
–આંક, પર૫
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org