________________
દ્ધના લક્ષે શુભભાવમાં રહી શાંતચિત્તે આ વચનનું વાંચન વા શ્રવણ, મનન કે ચિંતન કરવાથી આભામાં પ્રેરણા ઉગવા ગ્ય છે અને પછી તે અપૂર્વ વચનોના આશયન સમજી યથાર્થ આરાધનથી કેમ કરીને ગુણે પ્રગટવા યોગ્ય છે. આવું અપૂર્વ ને મહાચમત્કારિક છે જ્ઞાની ભગવંતોની વાણીનું માહાભ્ય.
આ ગ્રંથમાં વચનોને બે વિભાગમાં વહેંચવા સાથે શ્રીમદ્ધી અપૂર્વ કૃતિ “છ પદને પત્ર તથા મ. ગાંધીજીના પ્રશસ્તિ વચનોને સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સર્વ સંગ્રહ કરવાનું કાર્ય વવાણીયાસ્થિત પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) મહારાજે પોતાની વૃદ્ધાવસ્થા. દેહની વ્યાધિગ્રસ્ત નબળી સ્થિતિ હોવા છતાં પરમ કૃપાળુદેવ પ્રત્યેની ઉલ્લાસિત ભકિતથી પ્રેરાઈને કર્યું છે, ઉપરાંત પૂફરીડીંગ વગેરે કઠિન કામ પણ તેમણે ઉત્સાહથી કરેલ છે. તે માટે બધા ટ્રસ્ટીઓવતી તેમને ઘણે આભાર માનું છું
ગ્રંથ છાપવાનું કામ વગેરે ભાવનગર સાધના મુદ્રણાલય વાળા શ્રી ગિરધરલાલભાઈ શાહે કાળજીપૂર્વક કરેલ છે, તે માટે તેમને પણ અત્રે આભાર માને ઉચિત સમજુ છું. સપુરનું ગબળ જગતનું કલ્યાણ કરે,
લિ. સંતચરણોપાસક ભેગીલાલ શિ. શેઠ
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org