________________
રાખી છે; જીવના અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારે અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાને સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા ચગ્ય લાગે તે પૂછશે, તે વિશેષ સમાધાન કરવાનું બની શકશે.
૧૪. પ્ર—તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરને અવતાર, તેને દીકરે છે ને હતો.
ઉ–એ વાત તે શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમજ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મમરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા ગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મને હેતુ છે, તે જેને
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org