________________
૧૫
શ્રીમદ્ રાજચંદ્ર-આત્મીય મૌન આચર્યું, નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એને હેતુ છે?
અને આ જીવ આમ વર્તે છે, તથા આમ કહે છે એને હેતુ શો?
જે પુરુષ સગુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છેદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે.
જે જીવ સત્પષને ગુણને વિચાર ન કરે, અને પિતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.
[ પા. ૮૦૩ ]
[ હાથનેધ ૧, પૃ. ૮૯] સર્વ સંગ મહાશવરૂપ શ્રી તીર્થકરે કહ્યો છે, તે સત્ય છે.
આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી ? જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવો વ્યવહાર શી રીતે થઈ શકે ?
વૈશ્ય અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે.
વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લેકદૃષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવતી શકે એ પણ સત્ય છે, જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વતી શકાતું નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિગ્રંથભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિગ્રંથભાવે વસીએ તે પછી તે વ્યવહાર ગમે તે થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જે ઉપેક્ષા ન કરવામાં આવે તે નિગ્રંથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org