SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જેનાં ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય, તેનાં ગુણગ્રામથી પ્રતિકૂળતા આણું અન્યથા વિવિધ કલ્પના કરી લેવી તે મધ્યસ્થ બુદ્ધિમાન વિચારકનું કર્તવ્ય નહિ; જે શ્રીમદ્ જેવા એક પુણ્યશ્લોક પુરુષનું ઉદાત્ત આત્મજીવન વિચારમાં લેવાથી સમજી શકાશે. '' આશા છે કે, આ નાની પુસ્તિકામાં દર્શિત શ્રીમની અંગત હાથનેધમાંની વસ્તુનું સાથે જ “શ્રીમદ્ રાજચંદ્રજીવનતિ ” પુસ્તકની વસ્તુને ધીરજપૂર્વક ગંભીરતાથી અવગાહને કરી આ સાધુચરિત પુરૂષના સચ્ચારિત્રને યથાસ્થિત–તેને તે સ્વરુપે વિચારક સુજ્ઞ બંધુઓ જરા ઉંડી મતિથી જ્યાં જ્યાં જેમ ઘટતી હોય ત્યાં ત્યાં તે વસ્તુની અપેક્ષાને લક્ષમાં લઈ સમજવામાં આવશે તે, એ મહાપુરુષના પવિત્ર જીવનમાંથી અપૂર્વ પ્રેરણું મળતાં ધન્ય એવો આપણે આત્મા પણ કાઈવાર પરમ ધન્ય બનવા ભાગ્યશાળી બનશે. ધન્ય રે દિવસ આ અહે! જાગી રે શાંતિ અપૂર્વ રે – આત્મભાષામાંથી નીકળેલું શ્રીમનું આ પરમ ધન્ય દિવ્ય સંગીતમય સ્વકીય જીવનધન્યતારૂપ કાવ્ય જ કોઈ પણ સકણું સહૃદયના હૃદયતાર ઝણઝણાવી મૂકવા માટે બસ છે. સ્થૂલ દેહે ક્ષર છતાં અક્ષરદેહે પરમ અમૃત શ્રીમદ્દનું યથાર્થ આત્મજીવન પ્રત્યક્ષ પ્રતિબિંબિત છે, એ સ્પષ્ટ પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ પ્રતિબિંબની યથાર્થતાને લક્ષિત કરી, સમજી, ઝીલી સૌ કોઈ ભવ્ય જીવ પરમાત્માની કૃપાથી પુરુષાર્થધર્મને પામી સ્વરૂપલાભ પામવા ભાગ્યશાળી બને એ જ અભ્યર્થના. સદર વક્તવ્ય તૈયાર કરવામાં ડૉ. શ્રી ભગવાનદાસ મનસુખભાઈ મહેતા મુંબઈ, તેમનાં આકાશવાણી પ્રવચનમાંથી કેટલાક વિશેષ ભાગ સંકલિત કરી ઉપયોગ કરવામાં આવેલ છે, જેની સાભાર નેંધ લઉં છું વિ. સં. ૨૦૨૦ સે. કાર્તિકી પૂર્ણિમા | સંતચરણસેવક પુણ્યવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005022
Book TitleShrimad Rajchandra Atmacharya
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy