________________
થાળ વા યહાસંમવિ વસ્થા' (સૂત્ર-પ૬) આવું કહેવા દ્વારા આખી રાત દીવો સળગતો હોય તેવા ઉપાશ્રયમાં ક્ષણવાર પણ રહેવાની સાધુ-સાધ્વીને ના પાડી છે. તથા ઉજેણીવાળા ઉપાશ્રયમાં મકાનમાં સાધુ-સાધ્વીજી ભગવંતો રહે તો તેમને પ્રાયશ્ચિત્ત આવે તેવું બૃહત્કલ્પભાષ્યની ૩૪૩૩મી ગાથામાં સ્પષ્ટપણે જણાવેલ છે. આનાથી સિદ્ધ થાય છે કે તેઉકાયના જીવોની સંપૂર્ણ રક્ષા તો તે સ્થાનનો ત્યાગ કરવાથી જ થાય છે. છતાં અન્ય જગ્યા મળી શકે તેમ ન હોય તો ઉજેણીવાળા સ્થાનમાં ગરમ કામળી ઓઢીને બેઠા-બેઠા પ્રતિષ્પણ કરવાનું કહ્યું છે તેનાથી સિદ્ધ થાય છે કે કામળી દ્વારા શકય તેટલી તેઉકાય જીવોની રક્ષા થાય જ છે.
જો મકાનમાં લાઈટ ચાલુ હોય અને પોતાના શરીર ઉપર પ્રકાશ-લાઈટ પડે તેવી અવસ્થામાં પ્રતિક્રમણ કરવું પડે તો તેઉકાયના જીવની રક્ષા થાય તે માટે ગરમ કામળી ઓઢીને સાધુ ભગવંતો બેઠા-બેઠા પ્રતિક્રમણ કરે. તથા પ્રતિક્રમણના સૂત્રો પણ અત્યંત ધીમેથી બોલે આવું નિશીથસૂત્રપીઠિકાની ચૂર્ણિમાં જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો
_ “आलायणा तं जयणाए करति, वासकप्पपाउया णिविट्ठा चेव ठिता મળતિ, સંસિદત્તિ” (નિ.ભાષ્ય ગાથા-૨૨૪ ચૂર્ણિ).
તથા પ્રતિક્રમણ પછી રાત્રિ સ્વાધ્યાય પણ જ્યાં લાઈટ ન આવતી હોય ત્યાં જઈને સાધુ ભગવંતો કરે. જો ઉપાશ્રયમાં લાઈટ, દીવો, ફાનસ વગેરે ચાલુ હોય, બહાર યોગ્ય જગ્યા ન હોય તો મકાનમાં-ઉપાશ્રયની અંદર પડદો કરીને પોતાના ઉપર લાઈટ ન આવે તે રીતે સાધુ ભગવંતો સ્વાધ્યાયનો ધોષ કરે. ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય કરવા યોગ્ય જગ્યા ન હોય અને ઉપાશ્રયમાં રાત્રે લાઈટ ચાલુ હોય તથા પડદો કરી શકાય તેવી જોગવાઈ ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org