________________
વગેરે દ્વારા થાય તેમ જણાવેલ છે. આમ ચાલુ કાયોત્સર્ગમાં દીવાની ઉજહી આવતાં કામળી ઓઢવા દ્વારા શકય તેટલી તેઉકાયના જીવની યતના થાય તે જ મુખ્ય પ્રયોજન તરીકે જણાય છે. તેથી દીવાની ઉજેણી સચિત્ત જ સિદ્ધ થાય છે.
મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનમાં પાપભીરુ સુમતિ અને નાગિલ નામના બે ભાઈઓની વાર્તા આવે છે. ત્યાં શિથિલાચારી સાધુને જોઈને વિવેકી સુમતિ તેના શિથિલાચારનું વર્ણન કરતાં કહે છે કે “સો વM રચનg મોવડો પસુત્તો વિષ્ણુજા, લિમો | VT તે છપ્પા ક્ય” (પૃષ્ઠ.૧૦૧) અર્થાત્ “આ સાધુ રાત્રે ઉપયોગ વગર સૂતા હતા. તેથી તેઉકાયનો (વિદ્યુત્કાયનો) સંઘટ્ટો થયો. છતાં તેણે કામળી ઓઢવા માટે ન લીધી. અહીં તેઉકાયનો સંઘટ્ટો એટલે તે સાધુના શરીર ઉપર કોઈએ સળગતો કોલસો મૂક્યો- આવો અર્થ ન કરી શકાય. કારણ કે તેવું થાય તો સાધુ જાગી જ જાય. પરંતુ તેઉકાયનો સંઘટ્ટો એટલે શરીર ઉપર દીવા વગેરેની ઉજેહી પડવી અથવા વીજળીના ચમકારો શરીર ઉપર થવો. આકાશમાં વીજળીના ચમકારા થતા હોય, બારી-બારણા ખુલ્લા હોય, શરીર ઉપર તેનો પ્રકાશ પડતો હોય છતાં સાધુ કામળી ન ઓઢે તો તેવી બેદરકારી શિથિલાચાર તરીકે ઓળખાવેલ છે. આનું કારણ બહુ સ્પષ્ટ છે કે તેનાથી તેઉકાય જીવોને પીડા થાય છે. કામળી ન ઓઢવાથી તેઉકાયના જીવોની યતના રક્ષા ન કરવી એ એક પ્રકારનો શિથિલાચાર હોવાનું મહાનિશીથસૂત્ર કહે છે. આનાથી પણ સિદ્ધ થાય છે કે કામળી તેઉકાયના જીવોની રક્ષાનું સાધન છે/ઉપકરણ છે. જ નિશીથચૂર્ણિના પરિપ્રેક્ષમાં પ્રકાશની સજીવતા જ
આ જ રીતે નિશીથસૂત્ર નામના છેદગ્રંથમાં પણ વિદ્યુતપ્રકાશ સજીવ હોવાના અનેક એંધાણ જોવા મળે છે. નિશીથસૂત્ર
૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org