________________
આમ આગમ અને વિજ્ઞાનનો સમન્વય કરવાથી ઈલેક્ટ્રીસીટી અને બલ્બ પ્રકાશ સચિત્ત જ સિદ્ધ થાય છે. કે પ્રકાશ અંગે હરિભદ્રસૂરિજી અને માનવિજયગણીનો મત છે
અન્નત્થ' સૂત્રના વિવેચન પ્રસંગે લલિતવિસ્તરા ગ્રંથમાં પણ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “થવા તિઃ પૃતિ તદ્દા પ્રવિર Fપ્રદvi કૃર્વનઃ પ ન થાયT:' અર્થાત્ કાયોત્સર્ગમાં દીવાનો પ્રકાશ જ્યારે શરીરને અડે ત્યારે ઓઢવા માટે કામળીને લેવા છતાં પણ કાયોત્સર્ગ ભાંગતો નથી.
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવરે સંશોધિત અને પ્રમાણિત કરેલી ધર્મસંગ્રહવૃત્તિમાં “અન્નત્ય સૂત્રના વિવેચન પ્રસંગે મહોપાધ્યાયશ્રી માનવિજયજી ગણિવર્યશ્રી પણ “મને વિદ્યુતો વા ખ્યાતિપ: સ્વને પ્રવરi Jળતાડપિ ન મ:' (ભાગ./ગા.૯૧ વૃત્તિ પૃષ્ઠ.૬૧) આવું કહેવા દ્વારા જણાવે છે કે “અગ્નિનો પ્રકાશ (ઉજેણી) અથવા વીજળીનો પ્રકાશ શરીરને અડે તો શરીરને ઢાંકવા માટે કામળીને ગ્રહણ કરવામાં આવે તો પણ કાયોત્સર્ગ ભાંગતો નથી.”
જો તેઉકાયનો પ્રકાશ ઉત્પત્તિસ્થાનથી દૂર ફેલાય ત્યારે સચિત્ત ન હોય તો પોતાના શરીર ઉપર દીવા વગેરેનો પ્રકાશ પડે તેવી અવસ્થામાં ચાલુ કાયોત્સર્ગમાં કામળી ઓઢવાની આવશ્યકતા જ રહેતી નથી. માટે દીવાનો પ્રકાશ, ઉજેણી, લાઈટપ્રકાશ, બલ્બ પ્રકાશ વગેરે પોતાના ઉત્પત્તિસ્થાનમાં અને ઉત્પત્તિસ્થાનથી દૂર જ્યાં ફેલાય ત્યાં- એમ બન્ને સ્થાનમાં સચિત્ત = સજીવ છે- એવું જ સિદ્ધ થાય છે.
કામળીનું એક પ્રયોજન- તેઉકાયયતના એક શંકા :- આવશ્યક નિર્યુક્તિવૃત્તિ, લલિતવિસ્તરા અને ધર્મસંગ્રહવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org