________________
અહીં બીજી એક વાત કરી લેવી આવશ્યક છે કે ભગવતીસૂત્રમાં 'कयरे णं भंते ! अचित्ता वि पोग्गला ओभासंति उज्जोवेंति तवेंति पभासेंति? कालोदाई ! कुद्धस्स अनगारस्स तेयलेस्सा निसट्टा समाणी दूरं गंता दूरं निपतइ देसं गंता देसं निपतइ जहिं जहिं च णं सा निपतइ तहिं तहिं च જે તે વિસ્તાદ્રિ પોતા માતિ નાવ પતિ' (ભગવતી.૧/૧૦/૩૮૦) આવું કહેવા દ્વારા જે સ્વયં પ્રકાશે, બીજાને પણ પ્રકાશિત કરે, બીજાને તપાવે તથા પોતાના ઉત્પત્તિસ્થાનથી દૂર જઈને પડે અને બીજાને બાળે તેમ છતાં સ્વયં નિર્જીવ હોય તેવા પદાર્થ તરીકે તેજોવેશ્યાનો ઉલ્લેખ કરેલો છે. પણ વીજળી વગેરે અન્ય કોઈ પણ પદાર્થનો ઉલ્લેખ કરેલો નથી. જો વિજળી વગેરે પદાર્થો કયારેક અચિત્ત હોવાની સંભાવના હોય તો ભગવતીસૂત્રમાં સર્વજ્ઞ ભગવંત તેનો તે રીતે નિર્દેશ અવશ્ય કર્યો હોત. પરંતુ તેવા અચિત્ત પુદ્ગલરૂપે વિજળી વગેરેનો ઉલ્લેખ નથી કર્યો. આ ખાસ નોંધપાત્ર બાબત છે.
વળી, તેજોલેશ્યા અચિત્ત હોવા છતાં પણ તેજોલેશ્યાના પુદ્ગલોને ભેગા કરીને છોડે છે તો જીવ જ ને ! પરંતુ બલ્બમાં નથી તો તેજોવેશ્યા કે નથી તેજલેશ્યાવાળા જીવો, કે જેના પ્રતાપે ત્યાં અચિત્ત પ્રકાશ-ગરમી વગેરે ઉત્પન્ન થઈ શકે. પ્રસ્તુતમાં જીવના સહકાર વિના તો બલ્બમાં પ્રકાશ કે ગરમી વગેરે કેવી રીતે પેદા થઈ શકે ? કારણ કે તમામ ઉષ્ણ પરિણામ જીવના પ્રયત્નથી જ ઉત્પન્ન થાય છે આવું હમણાં જ (પૃષ્ઠ-૫૭) આચારાંગ વ્યાખ્યા અનુસાર આપણે જાણેલ છે. બલ્બમાં તો આગિયા વગેરેની જેમ અથવા નરકમાં પૃથ્વીકાય વગેરેની જેમ અન્ય કોઈ જીવનો સહયોગ મળવાની સંભાવના નથી જ ને ! સૂર્યના વિમાનમાં રહેલ પૃથ્વીકાયના જીવની જેમ આતપ-નામ કર્મનો ઉદય કે રત્ન, મણિ, ચંદ્રના વિમાન અને આગિયા વગેરેની જેમ ઉદ્યોત-નામ કર્મનો ઉદય કાંઈ બલ્બમાં હોતો
-
- ૫૮ -
-
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org