________________
જ ઉત્તે, વિક્તવવો ? વર-વયા' (બુક ભા.પી.ગાથા૩૦૪) આ પ્રમાણે દહન-પચન-પ્રકાશન વગેરેને તેઉકાય જીવના લક્ષણ તરીકે જણાવેલ છે. બૃહત્કલ્પભાષ્યના પ્રથમ ઉદેશામાં પણ અગ્નિના લક્ષણ બતાવતાં “ઢMાડિને વરવો જા' (ભાગ૩/ગા.૨૧૪૯) જણાવેલ છે. તેની વ્યાખ્યામાં પણ “દનાઘનેonક્ષણઃ अग्निः । दहनं भस्मीकरणं, तल्लक्षणः । आदिशब्दात् पचन-प्रकाशनलक्षणश्च' (ભાગ-૩/ગાથા-૨૧૪૯ વૃત્તિ) આવું કહેવા દ્વારા દહન, પચન, પ્રકાશન વગેરેને અગ્નિકાયના લક્ષણ તરીકે સ્પષ્ટપણે જણાવેલ છે.
સૂયગડાંગવૃત્તિમાં પણ તેનઃ ૩Uરૂપ' (સૂય.૧/૧/૧૭ વૃત્તિ) આવું કહીને ઉષ્ણ સ્પર્શને તેઉકાયના લક્ષણરૂપે જણાવેલ છે.
આચારાંગસૂત્રવ્યાખ્યા મુજબ જે પદાર્થ સર્વ જીવોને બાળે તથા રસોઈ વગેરે અનેક કાર્ય કરવાની શક્તિ ધરાવે તેમજ શ્રેષ્ઠ મણિની જેમ ઝળહળતો હોય તે પદાર્થને અગ્નિ કહી શકાય છે. આ રહ્યા આચારાંગવૃત્તિમાં શ્રીશશાંકાચાર્યના શબ્દો “સર્વસત્તાનાં दहनात्मकः पाकाद्यनेकशक्तिकलापोपचितः प्रवरमणिरिव जाज्वल्यमानो
વ્હનવ્યવેશ:' (૧/૧/૪ સૂત્ર-૩૩ વૃત્તિ) તથા ત્યાં જ આગળ ઉપર “રજ્જૈન-પવન-
પ્રશSSતાપનાઘનગુણ....' (આચારાંગ-૧/૧/૪૩૫ વૃત્તિ) આવું કહેવા દ્વારા રાંધવું, પચાવવું, પ્રકાશ, આતાપના વગેરેને અનિના ગુણ રૂપે જણાવેલ છે. પ્રસ્તુત માં વિદ્યુતપ્રકાશમાં તેઉકાયના ઉપરોક્ત લક્ષણોમાંથી પ્રકાશકત્વ, આતાપના, દાહકત્વ તો સ્પષ્ટપણે જોવા મળે છે જ. માટે તેનો તેઉકાય જીવ તરીકે જ સ્વીકાર કરવો રહ્યો. બાકી તો જડ-ચેતનની વ્યવસ્થા જ ભાંગી પડે.
પ્રથમ કર્મગ્રંથ-વ્યાખ્યામાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે પણ કહેલ છે કે અગ્નિકાયનું શરીર જ ઉષ્ણસ્પર્શના ઉદયથી ગરમ હોય છે. આ રહ્યા તે શબ્દો તેના શરીરમાં પૂર્વ ૩Mસ્પર્શીવચેન ડાનિ” (ગા.૪૪ વૃત્તિ) મનુષ્યક્ષેત્ર-અઢી દ્વીપની અપેક્ષાએ આ વાત સુનિશ્ચિત સમજવી.
(૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org