________________
શ્રી. અભયદેવસૂરિજી મહારાજે ભગવતીસૂત્રવ્યાખ્યામાં તથા જ્ઞાતાધર્મકથાવૃત્તિમાં ‘મહ્મચ્છન્નોડગ્નિઃ દિર્ધ્વન્યા તેનોરહિતોઽન્તવૃત્ત્વા તુ દ્મતિ' (ભાગ-૨/૧ ૧૧૪, શા.૧/૧/૪૦ મેઘકુમાર) આવું કહેવા દ્વારા તથા પ્રશ્નવ્યાકરણસૂત્રવ્યાખ્યામાં ‘ભસ્મન્નો વનઃ અન્તઃ ગ્વતિ, દિઃ મ્તાનો ત્તિ' (૨/૫૪૫) અર્થાત્ ‘રાખથી ઢાંકેલો અગ્નિ બહારથી નિસ્તેજ જણાવા છતાં અંદરમાં તો તે સળગે જ છે.' આવું કહેવા દ્વારા જણાવેલ છે કે રાખથી ઢાંકેલ અગ્નિમાં બહારથી તેવી ઉષ્ણતા-પ્રકાશ-દાહ-ગરમી વગેરે લક્ષણો દેખાતા ન હોવા છતાં અંદરમાં સળગતો હોવાથી તે તેઉકાય સ્વરૂપ જ છે- આમ સૂચિત કરેલ છે. તેમ પ્રસ્તુતમાં કહી શકાય કે વાયરમાંથી પસાર થતી ઈલેક્ટ્રીસીટીમાં પ્રકાશ વગેરે લક્ષણો ન દેખાવા છતાં પણ અંદરમાં તો તે વિલક્ષણ પ્રકારે સળગે જ છે. માટે તો તેને અડતાં જ ભયંકર દાહ થાય છે. માટે તે સચિત્ત અગ્નિ જ છે.
મોટા મોટા થાંભલાઓ ઉપર રહેલા હાઈટેંશન વાયરમાંથી A.C. કે D.C. પાવર પસાર થતો હોય ત્યારે તેની નીચેથી પસાર થતાં એ ટ્વીસ્ટેડ વાયરમાં પુષ્કળ પ્રમાણમાં સતત ઉત્પન્ન થતા સ્પાર્કનો અવાજ આપણે સાંભળી શકીએ જ છીએ. વરસાદ પડતો હોય ત્યારે તો એ A.C. કે D.C. પાવરવાળા ખુલ્લા વાયરમાં થતા સ્પાર્ક અત્યંત મોટા અવાજે સંભળાય છે. એ સ્પાર્ક અગ્નિકાય નથી તો શું છે ?
હાઈટેન્શનવાળા ખુલ્લા બે વાયર નજીક આવે તો પણ તેમાંથી પ્રકાશ-ભડકો ઉત્પન્ન થાય જ છે. તે અવસ્થામા જે વાયરમાં વોલ્ટેજ (વિદ્યુતદબાણ) વધુ હોય તેમાંથી ઓછા વોલ્ટેજવાળા વાયરમાં આપમેળે પ્રકાશસ્વરૂપે ઈલેક્ટ્રીસીટી જતી દેખાય જ છે.
હાઈ ઈલેક્ટ્રીસીટીના મોટા ગુંબજમાં પણ વાયુના સંસર્ગથી
Jain Education International
૪ર
For Private & Personal Use Only
www.jainelibrary.org