________________
૯ જ્યાં પોલાણ હોય ત્યાં વાયુકાય હાજર-મલયગિરિસૂરિ :
લોકપ્રકાશ ગ્રંથના પાંચમા સર્ગમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે તથા પંચસંગ્રહની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ તો સ્પષ્ટપણે જણાવેલ છે કે “તોષ્ણ દિ ય વિપ સુપરં તત્ર સર્વત્ર अपि पर्याप्तबादरवायवः प्रसर्पन्ति । यत् पुनः अतिनिबिडनिचिताऽवयवतया સુપરહીને નક્કરમધ્યક તત્ર ન ” (પંચસં. વૃત્તિ-દ્વાર-૨ ગાથા ૨૫) અર્થાતુ જ્યાં પોલાણ હોય ત્યાં બાદર પર્યાપ્ત વાયુકાય અવશ્ય હોય છે. મેરુપર્વતના પોલાણશુન્ય અને અત્યંત નિબિડ એવા મધ્યભાગમાં વાયુકાય ન હોય. તે સિવાય સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં પોલાણ હોય ત્યાં ત્યાં અવશ્ય બાદર પર્યાપ્ત વાયુકાયનું અથવા વાયુ દ્રવ્યનું અસ્તિત્વ શાસ્ત્ર-સિદ્ધ છે. જીવસમાસવ્યાખ્યામાં મલધારી હેમચંદ્રસૂરિજી મહારાજે પણ આ જ વાત કરી છે.
પનવણાસૂત્રવ્યાખ્યામાં પણ આચાર્ય શ્રીમલયગિરિસૂરિજી મહારાજે સ્પષ્ટ જણાવેલ છે કે “યત્ર સુપિરં તત્ર વાયુ:” (પદ-૨ સૂત્ર૪૦ પૃષ્ઠ-૭૮) અર્થાતું જ્યાં પોલાણ હોય ત્યાં વાયુ હોય. બલ્બ કાંઈ અંદરથી નક્કર-ઘન નથી. તેથી બલ્બની અંદર વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેથી બાદર વાયુકાયવાળા અથવા અચિત્ત વાયુવાળા બલ્બ વગેરેમાં અગ્નિકાયને ઉત્પન્ન થવામાં કોઈ પણ બાધ આગમની દૃષ્ટિએ પણ આવતો નથી.
આ રીતે બલ્બમાં સંપૂર્ણ શૂન્યાવકાશ તો વિજ્ઞાન કે જેનાગમ બેમાંથી એકને પણ માન્ય છે જ નહિ. તો પછી “બલ્બમાં શૂન્યાવકાશ હોવાથી વાયુ નથી અને વાયુ ન હોવાથી અગ્નિ ઉત્પન્ન થઈ ન શકે આવું કેવી રીતે કહી શકાય ? સ્વીચ ઓન કર્યા બાદ
१. लोकस्य हि यावत् किपि शुपिरं तावति सर्वस्मिन्नपि वायवः मञ्चरन्त्यव । यत्पुनः શુપાં ધનં નnffશનામuપ તત્ર તે ન ઘસર્વાન્ત (અવસમાસ-ગા.૧૮૦ વૃત્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org