________________
ધ્વનિ, ગુરુત્વ, ચુંબકત્વ, પ્રકાશ, પરમાણુ, રસાયણ આદિને પણ ઊર્જાસ્વરૂપ જ માને છે. (જુઓ- બંસીધર શુકલકત- પ્રસનિકા વિક્રમકોશ-ભૌતિકવિશ્વ- પૃષ્ઠ.૪૬) પરંતુ જૈનાગમ મુજબ વીજળી,
ધ્વનિ વગેરે ભાવ/પર્યાય નથી. પણ દ્રવ્ય છે. તથા વિજ્ઞાન પણ વીજળી, શબ્દ આદિ ઊર્જાને દ્રવ્યનું જ એક સ્વરૂપ માને છે. (જુઓ પૃષ્ઠ-૧૩,૧૪) આથી જૈનાગમ મુજબ પણ પ્રકાશમાન બલ્બમાં પુદ્ગલદ્રવ્યની સિદ્ધિ થાય જ છે. માટે જૈનાગમ મુજબ પણ એબ્સોલ્યુટ વેક્યુમ બલ્બમાં માની ન જ શકાય.
સ્વીચ ઓન કર્યા પૂર્વે બલ્બમાં પ્રકાશ ન હતો. સ્વીચ ઓન કર્યા બાદ બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન થતો દેખાય છે. માટે બલ્બમાં પાછળથી ઈલેક્ટ્રૉન આદિ પુદ્ગલદ્રવ્યનો પ્રવેશ તો સિદ્ધ થાય જ છે. આમ વાયરના માધ્યમથી બલ્બમાં ઈલેકટ્રીસીટી પ્રવેશ કરી શકે છે તો તે વાયર-માર્ગથી કે અન્ય માર્ગથી ત્યાં તથાવિધ વાયુ પણ પ્રવેશી શકે છે. આટલું તો નિશ્ચિત જ છે.
આ રહી ઈન્ટરનેટના માધ્યમથી મળતી વિગત.
“A light bulb also has most of the air sucked out of it. If it didn't, the wire would actually burn up instantly. When a light bulb 'burns out', it is because the filament slowly vaporizes." [URL : http://www.madsci.org/posts/archives/May97/ 864507907.Ph.r.html.].
મતલબ કે “લાઈટ-બલ્બમાંથી મોટા ભાગની હવા બહાર કાઢી લેવામાં આવેલી હોય છે. જો આમ ન થયું હોય તો તે તાર વાસ્તવિક રીતે તુરંત બળી જાય. જ્યારે કોઈ વીજળીનો ગ્લોબ ઉડી જાય છે તેનું કારણ એ છે કે તે ટંગસ્ટનનો તાર ધીમે-ધીમે બાષ્પમાં રૂપાંતરિત થાય છે.”
(૨૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org