________________
બલ્બનો ફિલામેન્ટ બળી જાય છે. માટે તૂટેલો બલ્બ સળગતો નથી. બલ્બમાં ટંગસ્ટન ધાતુથી બનેલો એક પાતળો વાયર હોય છે. અંગ્રેજીમાં તે ‘ફિલામેન્ટ' તરીકે ઓળખાય છે. સ્વીચને ‘ઓન’ કરતાંની સાથે જ ઈલેક્ટ્રીસીટીનો ફ્લો સ્વીચને પસાર કરીને બલ્બમાં પહોંચે છે. જ્યારે બલ્બમાં રહેલા ‘ફિલામેન્ટ’માં વીજળીનો પ્રવાહ પહોંચે છે ત્યારે તે ફિલામેન્ટ ગરમ થાય છે. આ ગરમી એટલી બધી ઉગ્ર હોય છે કે ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. ટન્ગસ્ટન નામની ધાતુ ૩૪૨૦° સે. તાપમાને ઓગળે છે. તથા ૫૮૬૦° સે. તાપમાને ઉકળે છે. (જુઓ બંસીધર શુકલ કૃત- પ્રસન્નિકા વિક્રમકોશ- પૃષ્ઠ.૫૭) પ્રકાશમાન બલ્બના ફિલામેન્ટમાં ૨૭૬૦° સે. તાપમાન હોય છે. એટલે બલ્બમાં વીજળીની ગરમીથી આ વાયર ઓગળી જતો નથી. પણ ફૂટેલા બલ્બમાં બહારની પ્રતિકૂળ હવાનું ફિલામેન્ટ સાથે જોડાણ અને વીજળીનું ત્યાં આગમન - આ બે ઘટના થતાં ફિલામેન્ટ બળી જાય છે. માટે તૂટેલો બલ્બ સળગતો નથી.
આ ટ્યુબલાઈટમાં કાર્બન ક્યાંથી આવ્યો ?
સાયન્સના બેચલરની સ્ટાઈલથી બલ્બ, ટ્યુબલાઈટ વગેરેમાં વેક્યુમની વાત કરનારા આચાર્યશ્રી નથમલને એક પ્રશ્ન કરવો છે કે ટ્યુબલાઈટમાં જો સંપૂર્ણતયા શૂન્યાવકાશ હોય તો જ્યારે ટ્યુબલાઈટ ઉડી જાય છે ત્યારે તેની અંદરના ભાગમાં સાઈડ પર જે કાર્બનની કાળાશ બધાને દેખાય છે તે ક્યાંથી આવી ? એબ્સોલ્યુટ વેક્યુમ હોય તો ટ્યુબલાઈટમાં કોઈ પણ વાયુનો પ્રવેશ ન જ થઈ શકે ને ? તો પછી ટ્યુબલાઈટ ઉડી જાય ત્યારે ટ્યુબની સાઈડમાં કાર્બનની કાળાશ દેખાય છે તે કઈ રીતે સંગત બને ? વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ તો ફોસ્ફરસનું ઑક્સિડેશન થવાથી ત્યાં તેનું કાર્બનમાં રૂપાંતર થાય છે. પ્રસ્તુતમાં ઑક્સિડેશન એટલે ઑક્સિજનની સાથે
१८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org