________________
નિયમાનુસાર, ત્યાં વાયુની પણ સિદ્ધિ થાય છે. કેમ કે હેતુ વિના કાર્ય થઈ ન શકે. આ તર્કશાસ્ત્રનો પાયાનો સિદ્ધાન્ત છે.
ફ આગમ અને વિજ્ઞાનનો સમન્વય છું
આ બાબત ઉપરથી એવું સિદ્ધ થાય છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ બલ્બ, ટટ્યુબલાઈટ વગેરેમાં જે વેક્યુમ કરવામાં આવે છે તે સ્કૂલ દૃષ્ટિએ છે. તેથી બલ્બ વગેરેમાંથી સ્થૂલ વાયુનું નિષ્કાસન થવા છતાં પણ લાઈટ ચાલુ કરવામાં સહાયભૂત થાય તેવા વાયુનું આવા-ગમન થવામાં કોઈ પણ પ્રકારનો બાધ નથી. પુદ્ગલની વિવિધ પ્રકારની ગતિ-આગતિ-ઉર્ધ્વગતિ-અધોગતિ વગેરે બાબતમાં શક્તિ અદ્ભુત પ્રકારની હોય છે. તેવી વાત ભગવતીસૂત્ર, પન્નવણાસૂત્ર વગેરે આગમોમાં જોવા મળે છે જ. નક્કર પર્વતો, મહાશીલાઓ વગેરેને ભેદીને પરમાણુ આરપાર નીકળી જાય છે. આહારક શરીરવાળા ચૌદ પૂર્વધર મહાત્માઓ પર્વત વગેરેની અંદરથી પસાર થઈને, પર્વતને હાનિ પહોંચાડ્યા વિના, પર્વતની આરપાર નીકળી જાય. તેમ છતાં ચૌદ પૂર્વધર આહારકશરીરવાળા મહાત્માને લેશ પણ પીડા ન થાય. આવી અલૌકિક વાતો પણ શ્રીજિનાગમમાં સિદ્ધાન્તરૂપે બતાવેલી છે.
માટે સ્થૂલદષ્ટિએ શૂન્યાવકાશ કરેલા બલ્બ વગેરેમાં વૈજ્ઞાનિક સિદ્ધાન્ત મુજબ ગતિશીલ કરોડો ઈલેક્ટ્રોનનો જથ્થો જે વાયરના માધ્યમથી ટંગસ્ટન તાર સુધી પહોંચીને તેને પ્રકાશિત કરી શકે છે તે વાયર વગેરેના માધ્યમથી ટંગસ્ટન તાર સુધી, જૈન સિદ્ધાન્ત મુજબ, તથાવિધ વાયુ પણ પહોંચી શકે છે. કારણ કે ભગવતીસૂત્રના ૧૯મા શતકના ત્રીજા ઉદ્દેશામાં બાદર પર્યાપ્ત તેઉકાય કરતાં બાદર પર્યાપ્ત વાયુકાયની અવગાહના અસંખ્યગુણ હીન (–નાની) બતાવેલ છે. તથા વિજ્ઞાનની દૃષ્ટિએ વિચાર કરીએ તો વાયરના માધ્યમથી બલ્બમાં ક્રમશઃ એક-એક ઈલેકટ્રોન અંદર જતો નથી. પરંતુ કરોડો
(૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org