________________
તત્ત્વોને એકબીજાથી સ્વતંત્ર ગણવામાં આવતાં હતાં. આઈનસ્ટાઈને સાપેક્ષવાદને આધારે સૈદ્ધાત્તિક રીતે સાબિત કર્યું કે ઊર્જાનું દ્રવ્યમાં અને દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે. આમ હવે દ્રવ્યને ઊર્જાનું જ એક સ્વરૂપ ગણી શકાય.” (ભાગ-૭/પૃષ્ઠ.૨૦૨) તે જ રીતે ઊર્જાને પણ દ્રવ્યનું જ એક સ્વરૂપ ગણી શકાય. પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે વિશ્વપ્રસિદ્ધ આલ્બર્ટ આઈનસ્ટાઈન નામના ગણિતશાસ્ત્રીએ ભૌતિકવિજ્ઞાનમાં એક સમીકરણ આપેલ છે. E = MC2. કોઈ પણ દ્રવ્યનું એનર્જીમાં રૂપાંતર કરવામાં આવે તો તેમાંથી કેટલી એનર્જી (E) પ્રાપ્ત થઈ શકે ? તેનું મુખ્યતયા પ્રતિપાદન કરનારું આ સૂત્ર છે. આ સમીકરણ વડે તેણે ઓકસીડેશન અને રિડકશન પ્રોસેસ દ્વારા એનર્જી અને દ્રવ્યનું પરસ્પર રૂપાંતર થઈ શકે છે- તેવું પણ સિદ્ધ કરેલ છે. તેથી ઊર્જા પણ દ્રવ્યરૂપે ફલિત થાય છે, નહિ કે માત્ર ભાવસ્વરૂપે.
Thermo electric effects (તાપ વિદ્યુત ઘટનાઓ)ના સીબેક ઘટના' નામના પ્રકારમાં ઉષ્માનું વિદ્યુત (electricity) માં પરિવર્તન થાય છે. (વિજ્ઞાનકોષ-ભૌતિકવિજ્ઞાન ભાગ-૭/પૃષ્ઠ.૧૮૭) બલ્બમાં એ જ વિદ્યુતપ્રવાહનું ઉષ્મા અને પ્રકાશમાં પરિવર્તન થાય છે. તથા ફોટો ઈલેક્ટ્રીક ઈન્જમેન્ટ દ્વારા એ પ્રકાશનું ફરીથી ઈલેકટ્રીસીટીમાં રૂપાંતર થઈ શકે છે. આમ ઊર્જા અને દ્રવ્યનું એકબીજામાં રૂપાંતર થઈ શકે છે.
બંસીધર શુકલ નામના વિદ્વાન પણ “પ્રસનિકા વિક્રમકોશ'માં જણાવે છે કે “ઊર્જા અને દ્રવ્ય પદાર્થનાં બે રૂપ છે. તેમનું એકબીજામાં તથા ઊર્જાના સ્વરૂપોનું એકબીજામાં રૂપાંતર થઈ શકે છે.” (ભૌતિકવિશ્વ વિભાગ- પૃષ્ઠ-૪૯) જ્ઞાનસંહિતા પુસ્તકમાં પણ તેઓશ્રી જણાવે છે કે “ઊર્જા જ્યારે સ્થિર બને છે ત્યારે દ્રવ્યમાં રૂપાંતર પામે છે. દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org