________________
પરમપૂજ્ય ગચ્છાધિપતિશ્રી રામસૂરીશ્વરજી ડહેલાવાળા તરફથી.
મૌલિક વિચારણા-સાક્ષીપાઠ સાથે સિદ્ધ કરેલ અગ્નિ-વિધુતની સજીવતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરેલ છે.
હિ.. પૂજ્યશ્રીની
જામ્બન્ની.
પરમપૂજ્ય ગચ્છાધિપતિ આ.શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી તરફથી..
સુજ્ઞ, વિદ્વાન અને શાસ્ત્રઐદંપર્યજ્ઞ વ્યક્તિઓએ પ્રભુદર્શિત દ્રવ્યો/પદાર્થો ઉપર શ્રદ્ધા વધુ મજબૂત થાય તેવા તર્કસંગત વિવેચનો સમાજ સમક્ષ મૂકવા જ જોઈએ. તમારો તેવો પ્રયાસ જાણી આનંદ.
પ્ર. સારના
પૂજ્ય નીતિસૂરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.
આજે દિવસે દિવસે વિજળી તેમજ વિજાણુ ઉપકરણોનો વપરાશ વધી રહ્યો છે. તેમજ તે વપરાશ કરાય નહિ તેવી શ્રદ્ધા જ્યારે ઓસરી રહી છે તે સમયે આ પુસ્તિકા ખરેખર સર્ચલાઈટની ગરજ સારશે- તેમ માનવું છે.
અરદ પ્રિ સુરિ પરમપૂજ્ય ગચ્છાધિપતિ શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી તરફથી... ...
વિદ્યુત પ્રકાશ અંગે જે શાસ્ત્રાધારે સજીવતાનું સમર્થન કરીને આપશ્રીએ પ્રત્યુત્તર આપીને સકલ જૈન સંઘને સમ્યગુ માર્ગદર્શન આપ્યું છે. તે પ્રસ્તુત્ય પ્રયાસ માટે ધન્યવાદ ઘટે છે.
પરમપૂજ્ય ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.
આ પુસ્તક પ્રભુમાર્ગમાં ડામાડોળ થનારને શ્રદ્ધા ઉત્પન્ન કરનાર છે અને મર્યાદાના પાલનમાં કટિબદ્ધ કરનાર છે અને જે આચારોમાં સ્થિત છે તેને સ્થિરતામાં મજબૂત કરનાર છે.
આ પુસ્તકનો હિન્દી અનુવાદ- સ્થાનકવાસી તેરાપંથી વગેરેમાં પણ લાભ થાય તે માટે જરૂરી છે. અંગ્રેજી અનુવાદ પણ જરૂરી છે.
આ રીતે જૈન પરમાત્માના તત્ત્વોની સામે જેટલા વૈજ્ઞાનિક તર્કો આધારિત કુમતો વગેરે છે તેને પણ ઉંડા ઉહાપોહપૂર્વક નિરસન કરનારા પુસ્તકો તમારા જેવા શાસ્ત્રબોધવાળા ચિંતકો તરફથી બહાર પડે તે ઘણું ઉત્તમ અને અનુમોદનીય છે.
જ Aિ ~ ૧ ૧૨ના
24344 -૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org