________________
સાચવવા / વધારવા ઈચ્છતા જૈનો ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશ બન્નેને સજીવ જ માને છે. આટલું તો નિશ્ચિત જ છે.
પ્રથમ આવૃતિ પ્રકાશન બાદ અનેક વાચકો તરફથી વિવિધ જિજ્ઞાસાઓ મારી પાસે આવી. તે જિજ્ઞાસાઓનું શમન કરવા પૂર્વક, આવશ્યક શાસ્ત્રપાઠોના ઉમેરા સાથે, પરિમાર્જન-પરિષ્કાર સહિત, પ્રથમ આવૃતિથી ડબલ કરતાં વધુ કદમાં આ બીજી આવૃતિ પ્રગટ થઈ રહી છે. અનેક વિદ્વાન ગચ્છાધિપતિશ્રીઓ અને આચાર્ય ભગવતો વગેરેના જે પ્રોત્સાહક અભિપ્રાયો આવ્યા તેનો આંશિક નિર્દેશ પરિશિષ્ટ-૩ માં કરેલો છે. તા. ૯-૬-૨૦૦૨ તથા ૧૬-૬-૨૦૦૨ ના ગુજરાત સમાચાર” રવિવારીય પૂર્તિમાં “જાણું છતાં અજાણ્યું કોલમમાં મહાપ્રજ્ઞજીના જે વિચારો પ્રગટ થયા તે પ્રસ્તુત પુસ્તિકામાં છેલ્લે પરિશિષ્ટ - ૪૫ માં આપેલ છે. તેની વાચકોએ નોંધ લેવી.
પૂજ્યપાદ વિદ્રત્ન આચાર્યદેવશ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ દર્શનશાસ્ત્રવિદ્ આચાર્યશ્રી અભયશેખરસૂરિજી મહારાજ, પૂજ્યપાદ પંડિત મહારાજ, વિદ્વાન મુનિરાજશ્રી રત્નકતિવિજયજી મહારાજ, શ્રાદ્ધવર્યશ્રી ચન્દ્રપ્રકાશ શાહ વગેરેએ પણ વિદ્યુતપ્રકાશની સજીવતાને સિદ્ધ કરવા માટે સુંદર લેખો તૈયાર કરેલા છે. તથા તેમાંના અમુક લેખો વિવિધ વર્તમાનપત્રો/મેગેઝીન વગેરેના માધ્યમથી પ્રગટ થયા છે. “સમ્યમ્ દર્શન' મેગેઝીનમાં પણ આ અંગે શ્રી નેમિચંદ બાંઠિયા દ્વારા લખાયેલ સુંદર વિસ્તૃત લેખ પ્રગટ થયેલ છે. જિજ્ઞાસુઓ ત્યાં પણ આદરભાવે દષ્ટિપાત કરશે તો વિશેષ જાણકારી મળશે.
પ્રસ્તુત પુસ્તિકાના માધ્યમથી તેઉકાય જીવોની યથાર્થ જાણકારી મેળવી, તેઉકાય અને અન્ય જીવોની યથાશક્તિ રક્ષા કરીને, સહુ આરાધક જીવો વિધિ જયણા-અહોભાવ અને ઉપયોગસહિત જિનાજ્ઞા આરાધીને વહેલી તકે પરમ પદ પ્રાપ્ત કરે એ જ મંગલ કામના. વિ.સં. ૨૦૫૮
- લેખક આસો સુદ -૧૦, વિજયાદશમી, આંબાવાડી, અમદાવાદ.
તા.ક. મૂર્તિપૂજક જૈનસંઘના અનેક આચાર્ય ભગવંતો, અનેક સ્થાનકવાસી અને તેરાપંથી જિજ્ઞાસુઓની લાગણીભરી માગણીને લક્ષમાં રાખીને તથા વર્તમાન અને આવનારા ભવિષ્યકાળની પરિસ્થિતિને લક્ષગત કરીને પ્રસ્તુત પુસ્તિકાનું હિન્દી ભાષામાં પ્રકાશન કરવાનું કાર્ય સત્વરે શરૂ કરેલ છે.
--(12)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org