SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૫૯ સામાનિકોનું, ૩૩ ત્રાયશ્ચિંશક દેવોનું, ચાર લોકપાલોનું, સપરિવાર એવી પાંચ અગમહિષીઓનું, ત્રણ પર્ષદાનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિ દેવોનું, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણાં જ દાક્ષિણાત્ય અસુરકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, અગ્રેસરત્વ, ભતૃત્વ, આજ્ઞાઐશ્વર્યત્વ, મહત્તરકત્વ સેનાપતિત્વ આદિ કરતો – યાવતું – દિવ્ય ભોગ ભોગવતો વિચરણ કરી રહ્યો છે. તેનું સ્થાન મેરુપર્વતના દક્ષિણમાં ૧,૮૦,૦૦૦ યોજન મોટી રત્નપ્રભા પૃથ્વી મધ્યે ૧,૭૮,૦૦૦ યોજન ક્ષેત્રમાં આવેલું છે. જ્યાં દાક્ષિણાત્ય અસુરકુમાર દેવોના ૧,૩૪,૦૦૦ ભવનાવાસ છે. તેના મુગટ કે આભૂષણોમાં અંકિત ચિન્હ “ચૂડામણિ છે. તે સુરૂપ, મહર્તિક, મહાદ્યુતિવાળો, મહાબલિ, મહાયશસ્વી, મહાનુભાગ, મહાસુખી, હારથી સુશોભિત વક્ષસ્થળવાળો, કડા અને બાજુબંધોથી ખંભિત ભૂજાવાળો, અંગત, કુંડલ, કર્ણપીઠનો ધારક, હાથમાં વિચિત્ર આભુષણોયુક્ત, વિચિત્ર પુષ્પમાળા અને મસ્તકે મુગટ ધારણ કરેલો, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર, માળા અને અનુલપનનો ધારક, દેદીપ્યમાન શરીર વાળો, લાંબી વનમાળાને ધારણ કરેલો તથા દિવ્ય એવા વર્ણ, ગંધ, સ્પર્શ, સંવનન, સંસ્થાન, ઋહિ, ઘુતિ, પ્રભા, અર્ચિ, તેજ અને લેશ્યાથી યુક્ત હતો. આ અસુરકુમારોના રાજા ચમરેન્દ્ર કાળો, મહાનલ સમાન, નીલની ગોળી, ગવલ, અળસીના ફૂલ, વિકસિત કમળ સમાન નિર્મળ, શ્વેત, રક્ત, તામ્ર નેત્રોવાળો, ગરૂડ જેવી વિશાળ, સીધી, ઊંચી નાકવાળો, પુષ્ટ, તેજસ્વી મૂંગા તથા બિંબફળ સમાન હોઠવાળો, શ્રેત, વિમળ, નિર્મળ, ચંદ્રખંડ, જામેલું દહીં, શંખ, ગાયનું દૂધ, કુંદ, જલકણ અને મૃણાલિકા સમાન ઘવલ દંત પંક્તિવાળો, તપનીય સુવર્ણ સમાન લાલ તળીયા-તાળવું અને જીભવાળો, અંજન તથા મેઘસમાન કાળા અને રુચકરત્ન સમાન રમણીય અને સ્નિગ્ધ વાળવાળો, ડાબા કાનમાં કુંડલનો ધારક લાલ વસ્ત્રવાળો હતો. અસુરકુમાર રાજ અસુરેન્દ્ર ચમરની ત્રણ પ્રકારની પર્ષદા છે. સમિતા, ચંડા અને જાયા. સમિતા આવ્યંતર પરિષદ્ છે, ચંડા મધ્યમ અને જાયા બાહ્ય છે. ચમરેન્દ્રના ચાર લોકપાલ છે. સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ. ચમરેન્દ્રની પાંચ અગ્રમહિષીઓ છે – કાલી, રાત્રિ, રજની, વિદ્યુત, મેઘા આ દરેક દેવીનો ૮૦૦૦-૮૦૦૦નો પરિવાર છે. તેમજ બીજી આઠ–આઠ હજાર દેવીઓને વિકુવૈવવાની શક્તિ ધરાવે છે. ચમર અસુરેન્દ્રની સાત સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. તે આ પ્રમાણે – પાયદળસેના, અશ્વસેના, હસ્તિસેના, મહિષસેના, રથસેના, નટસેના, ગંધર્વસેના, પાયદળસેના સેનાપતિનું નામ દ્રુમ છે, કિન્નર-રથ સેનાપતિ છે, રિષ્ટ–નટ સેનાપતિ છે અને ગીતરતિ – ગંધર્વસેનાનો અધિપતિ છે. ચમરેન્દ્રની પાયદળ સેનામાં સાત સૈન્યસમૂહ છે. પહેલા સમૂહમાં ૬૪,૦૦૦ બીજા સમૂહમાં ૧,૨૮,૦૦૦ દેવ છે એ રીતે પછી–પછીના સૈન્યસમૂહમાં તેનાથી બમણાબમણા દેવો રહેલા છે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy