SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ દાંત ઉપનય ૨ ૩૫ ૦ જિતશત્રુ :- (ક્ષિપ્તચિતતાનું દષ્ટાંત) | જિતશત્રુ નામે રાજા હતો. તેની દીક્ષા થઈ. તથાવિધ સ્થવરો પાસે ધર્મ સાંભળીને દીક્ષા લીધેલી. પ્રવજ્યા પછી તેને ગ્રહણ-આસેવન શિક્ષા શરૂ થઈ. કાલાંતરે તે વિદેશ ગયા. પોતનપુરમાં પરતીર્થિ સાથે વાદ થયો. વાદમાં તેમણે જિનશાસનની મહાપ્રભાવના કરી. તેઓ મોલમાં ગયા. તેની એક બહેન (ભાઈ) ભાઈના રાગથી રાજ્યલક્ષ્મી છોડીને દીક્ષિત થયા. તે પોતાના ભાઈમુનિના કાલધર્મના સમાચાર સાંભળી લિપ્તચિત્ત બન્યા. ૦ આગમ સંદર્ભ :બુહ.ભ. ૧૯૮, ૬૧૯૯ + ડૂ (માં બહેને દીક્ષા લીધી તેમ કહ્યું છે.) વવ.ભા. ૧૦૭૫, ૧૦૭૬ + ૬ (માં ભાઈએ દીક્ષા લીધી તેમ કહ્યું છે.) – ૪ – ૪ – ૦ ડોડિણી :- (જમાઈની પરીક્ષાનું દષ્ટાંત). ડોડિણી નામે ગણિકા હતી. તેણે અપ્રશસ્તરૂપે પરીક્ષા કરી. તે બ્રાહ્મણીને ત્રણ પુત્રીઓ હતી. તે પરણાવવા લાયક થઈ. તેને થયું કે, આ સુખી થાય. પહેલી પુત્રીને કહ્યું કે, આવાસ ભવનમાં તારા પતિને મસ્તકે પગ વડે લાત મારવી, તો પણ તે કંઈ ન કહે તો તારે મને જણાવવું. જો તે નેહથી એમ કહે કે, અરે ! પ્રિયતમા તારા સુકુમાલ ચરણમાં પીડા થઈ છે ? તો જણાવજે. જ્યારે તેમ બન્યું ત્યારે માતા તે સાંભળીને ખુશ થઈ, પુત્રીને કહ્યું, તું તારા ઘેર ખુશીથી રહે. તારો પતિ આજ્ઞાકારી છે. બીજીને પણ તેમ શીખવ્યું. તેનો પતિ થોડો ગુસ્સે થયો, પછી શાંત થઈ ગયો. ત્યારે માતાએ કહ્યું, તારો પતિ ક્ષણિક રોષવાળો જ છે, ત્યારપછી ત્રીજી પુત્રીને પૂછ્યું, તેણીએ કહ્યું કે, મારા પતિએ મને ખૂબ જ માર્યો. ત્યારે માતાએ કહ્યું, તારો પતિ દુરારાધ્ય થશે. માટે દેવની માફક તેની સમ્યક્ આરાધના કરજે. આ અપ્રશસ્ત પરીક્ષાનું દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભઃઅનુઓ. છત્ની વૃ; ૦ તુંડિક :- (યાત્રાસિદ્ધનું દષ્ટાંત). એક ગામે તુંડિક વણિ હતો. તેને સો-હજાર વખત પ્રવડણ ભગ્ન થયેલું. તો પણ તે યાત્રાથી અટકતો ન હતો. તે બોલતો કે, જે જળમાં નાશ પામ્યું, તે જળમાં જ પ્રાપ્ત થશે. પુનઃ પુનઃ તે ભાંડો ગ્રહણ કરીને યાત્રાએ જતો હતો. તેના નિશ્ચયથી દેવતા પ્રસન્ન થયા. તેને પ્રયુર–પ્રચુર દ્રવ્ય આપ્યું. પછી પૂછયું કે, બીજું પણ તારા માટે શું કરીએ ? તેણે કહ્યું કે, જે મારું નામ લઈને સમુદ્રનું અવગાહન કરે તે વિપત્તિરહિત પાછો આવે. દેવે તે વાત પણ સ્વીકારી. આ પ્રમાણે તે યાત્રાસિદ્ધ હતો. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૩૬ + વૃ આવપૂ.૧–પૃ. ૫૪3;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy