SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટાંત ઉપનય ૨૧૯ રાજગૃહમાં અર્જુન માળીનું દૃષ્ટાંત જાણવું. કુંભકારકટ નગરમાં સ્કંધક ઋષિના શિષ્યો યંત્રમાં પીલાયા, અલાભના વિષયમાં કૃષિ પારાસર ઢંઢનું દષ્ટાંત જાણવું. એ જ રીતે મથુરામાં જિતશત્રુસુત અણગાર કાલવૈશિક મુદ્દગલશૈલ શિખરે શૃંગાલ દ્વારા ખવાયા, શ્રાવસ્તિમાં જિતશત્રુપુત્રએ તૃણ સ્પર્શ સહ્યો, ચંપામાં નંદક સાધુ જુગુપ્સાના વિષયમાં, મથુરામાં ઇન્દ્રદત્ત અસત્કાર પરીષહથી પીડાયા. પ્રજ્ઞાપરીષહમાં આર્યકાલક અને સાગર ક્ષમાશ્રમણના દષ્ટાંત જાણવા. જ્ઞાનના વિષયમાં અશકટાકાત અને સ્થૂલભદ્ર તથા દર્શન પરીષહમાં અષાઢાભૂતિ આચાર્યનું દૃષ્ટાંત જાણવું. આ પ્રકારે મુનિઓએ વિવિધ પરીષહ સહન કરવા જોઈએ. (* અહીં મરણ સમાધિમાં માત્ર દષ્ટાંતોના નામો છે, તેની કથાઓ ઉત્તરાધ્યયન વૃત્તિમાં છે. જે આ કથાનુયોગમાં તે–તે નામો મુજબની કથામાં પૂર્વે લખાઈ ગયા છે, ત્યાંથી જોઈ શકાય) (૨૬-૫૦૮ થી પર૧) સિંહચંદ્ર અને સિંહસેન :- (આ કથા વિસ્તારથી આ જ નામથી પ્રાણી કથાઓમાં હાથીની કથા આદિમાં આવી ગયેલ છે. (૨૭–પરર થી પ૨૪) બે સર્પની કથા :- (આ કથા પ્રાણિવિભાગમાં સર્પની કથા નામથી અપાઈ ગયેલ છે.) ' (૨૮-૬૩૮) પંડરીક-કંડરીક :- એક જ અહોરાત્રના દઢ પરિણામથી (ઉર્ધ્વ પરિણામી) પુંડરીક અનુત્તર વિમાને ગયા, જ્યારે (અધોપરિણામથી) કંડરીક અધમગતિમાં ગયો. | (અંતે કંઈક મર્યાદા સ્વીકાર – મરણ સમાધિના દષ્ટાંતોમાં કેટલાંક નામ માત્ર છે, કેટલાંક સામાન્ય ઉલ્લેખવાળા જ દષ્ટાંત છે. તેથી ઉક્ત મરણસમાધિ દષ્ટાંત અપૂર્ણ પણ લાગશે. ક્યાંક કેટલુંક છૂટી પણ ગયું છે તેની પ્રતીતિ થશે અને ક્યાંક અનુવાદમાં સ્પષ્ટીકરણો મૂકવા જરૂરી બન્યા તેમ પણ લાગશે – તે તે સર્વ સ્થાને આ નામોની મૂળ કથા શ્રમણ આદિ વિભાગોમાં જોઈ જવા વિનંતી) ૦ આગમ સંદર્ભ :(કથાનકના ક્રમની બાજુમાં આપેલ ગુજરાતી અંકો આગમસંદર્ભ છે.) મુનિ દીપરત્નસાગર સંકલિત પયત્રાસૂત્રાનુસાર દૃષ્ટાંતો સમાપ્ત – ૪ – ૪ – નિર્યુક્તિ-ભાષ્યન્ચૂર્ણિ–વૃત્તિ આધારિત દષ્ટાંતો અ-કારાદિ ક્રમે રજૂ કરેલ છે. ૦ અગદ :- (વનેયિકી બુદ્ધિનું આ દૃષ્ટાંત છે.) કોઈ વખતે એક રાજા દુશ્મનોથી ઘેરાઈ ગયો. દુશ્મન સૈન્ય ઘણું મોટું હતું. રાજાને તેનો સામનો કરવો મુશ્કેલ લાગ્યો. ત્યારે તેણે વિચાર્યું કે, જો પાણીમાં ઝેર ભેળવી દેવામાં આવે તો નગરનો વિનાશ કરવા આવી રહેલ સૈન્યને ખતમ કરી દઈ શકાય. તેણે અગદ નામના વૈદ્યને બોલાવ્યો અને કહ્યું કે, આ પાણીના સરોવરને ઝેરી બનાવી દો. ત્યારે વૈદ્ય માત્ર જવ જેટલા પ્રમાણમાં ઝેર લઈને આવ્યો. તે જોઈને રાજા રોષાયમાન થયો કે આટલા માત્ર ઝેરથી શું થઈ શકે ? વૈદ્ય કહ્યું કે, આ લક્ષવેધી ઝેર છે. ત્યારે એક ક્ષીણ આયુષ્યવાળા હાથીને લાવ્યા. તેના પુંછડાના વાળ ઝેરવાળા કર્યા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy