________________
પ્રત્યેકબુદ્ધ – નાગદત્ત કથા
૩૬ ૩
આ નાગદત્ત મારા સર્પો સાથે રમવાનો વિચાર કરે છે પણ મારા આ ક્રોધ નામના સર્પના કરડવાથી અગર જો તે મૃત્યુ પામે તો તમારે મને તે માટે દોષિત ગણવો નહીં. આ પ્રમાણે જણાવીને તે ગાડિક દેવે ક્રોધ સર્પને તે આલેખેલા મંડળની એક દિશામાં મૂક્યો.
- માનસર્પ :– હવે જુઓ ! આ બીજો સર્પ છે તે મેરૂ ગિરિના ઉન્નત-ઊંચા શિખર જેવો છે, તેની આઠ ફણાઓ છે તે આ પ્રમાણે :- ૧. જાતિ, ૨. કુળ, ૩. રૂપ, ૪. બળ, ૫. લાભ, ૬. બુદ્ધિ, ૭. ઐશ્વર્ય અને ૮. મદ (અર્થાત્ આઠ પ્રકારના મદરૂપ આ સર્પની આઠ ફેણ છે.) આ સર્પને બે જીભ છે. જેને યમલા કહે છે. (યમ એટલે મૃત્યુના હેતુરૂપ અથવા સાક્ષાત્ મૃત્યુ, લા એટલે લાવનાર કે આપનાર, તે મૃત્યુને આપનાર હોવાથી તેને યમલા કહે છે)
આ સર્પનું નામ “માન” છે. (માન કષાયરૂપ સર્પ છે) એમ કહીને તેણે તે સર્પના કરંડીયાને દક્ષિણ દિશામાં સ્થાપિત કર્યો. દક્ષિણ દિશામાં સ્થાપવાથી દાક્ષિણ્યવત્ તે માન પ્રવૃત્તિનો ઉપરોધ કરે છે તેમ જાણવું, તે માન સર્પ. પછી તે ગારુડિક દેવે કહ્યું કે, આ સર્પ એટલો તો જોરાવર છે કે, એક વખત તે જેને કરડે છે, તે પ્રાણી સ્તબ્ધ થઈ જાય છે. પછી તે પ્રાણી પોતાના અભિમાન વડે દેવરાજા ઇન્દ્રને પણ ગણકારતો નથી. તો તમારો આ નાગદત્ત મેરૂ પર્વત સમાન મહાનાગને કઈ રીતે ગ્રહણ કરશે ?
અહો લોકો ! આ ગંધર્વનાગદત્ત મારા સર્પો સાથે રમવાનો વિચાર કરે છે, પણ જો મારો આ માનસર્પ તેને કરડે અને તે મૃત્યુ પામશે, તો તેનો દોષ મને આપવો નહીં.
– માયા સર્પ :– હવે જુઓ આ મારો ત્રીજો સર્પ છે. તે લલિત અને વિલક્ષણ ગતિથી યુક્ત એવી સ્વસ્તિક લાંછન વડે અંકિત તેની ધજારૂપ એવી પણ છે. તે કપટ કરીને ઠગવામાં કુશળ એવી માયાનિકૃતિ નામની નાગણ છે. (અર્થાત્ તે નાગ નથી પણ મહાભયંકર એવી માયા નામની નાગણ છે.) તે વેશપરાવર્તન આદિ બાહ્ય કપટ અને છેતરવાની કળામાં ઘણી જ કુશળ છે.
આવા પ્રકારની આ રૌદ્ર નાગણને, સર્પોને પકડવામાં કુશળ મનુષ્ય પણ તેને ગ્રહણ કરવામાં સમર્થ થતો નથી. એક વખત જો આ નાગણ કરડે તો પછી તે પ્રાણી ઉપર કોઈપણ પ્રકારનો મંત્ર કે કોઈ ઔષધિ પણ કામ કરી શકતા નથી અર્થાત્ તેને બચાવવા માટે સમર્થ થઈ શકતા નથી. કેમકે તે ગહન વનમાં રહેનારી છે અને ઘણાં લાંબા કાળથી તેણીએ પોતાનામાં વિષનો સંચય કરેલો છે.
આ પ્રમાણે કહીને તેને માયા નાગણને એક દિશામાં મૂકીને પછી સર્વ લોકોને જણાવ્યું કે, તમારો આ ગંધર્વ નાગદત્ત મારા સર્પો સાથે રમવા ઇચ્છે છે, પરંતુ જો મારી આ માયાનાગણ તેને કરડે અને તે મૃત્યુ પામશે, તો તેનો દોષ તમારે મને ન આપવો.
- લોભ સર્પ :- હવે જુઓ આ ચોથો સર્પ છે. આ સર્વે તો સર્વ જગતને પરાભવ આપેલો છે. તે મહાલય રૂપ છે. સર્વત્ર તેને કોઈ નિવારી શકેલ નથી. પુષ્કરાવર્તના મેઘ જેવો તેનો નિર્દોષ છે. પૂર્ણ મેઘ સરખા ફંફાડાવાળો આ લોભ નામનો સર્પ છે. તેનું બળ બીજા ત્રણે સર્પો કરતા પણ અધિક છે. કદાચ પહેલા ત્રણે સર્પોને રમાડી પણ લે, તો પણ આ એકમાત્ર સર્પ કરડે તો પછી પેલા ત્રણે સર્પો ગમે ત્યારે પ્રાણીને ફરી કષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org