________________
૩૫૬
આગમ કથાનુયોગ-૨
પછી તે પરિવ્રાજિકાએ વિચાર્યું કે, આ અંગારવતીને મારે નિશ્ચયથી અનેક શોક્યો થાય તે માટે અનેક પત્નીવાળા પતિ સાથે પરણાવીને વિરહાગ્નિનું મહાદુઃખ ભોગવે તેવા સંકટમાં પાડવી. ત્યાર પછી અંગારવતીનું આબેહુબ ચિત્ર બનાવીને તે ચિત્ર ફલક પરિવારિકાએ ઉજ્જૈની નગરીમાં પ્રદ્યોત રાજાને જોવા માટે ભેટ મોકલ્યું. પ્રદ્યોત રાજાએ તે ચિત્ર જોઈને પૂછયું, આ કુંવરી કેવીક સુંદર છે ? તે મને જણાવો.
ત્યારે તેને ઉત્તર મળ્યો કે, ધુંધુમાર રાજાની અંગારવતી પુત્રીનું આ રૂપ છે, તેના કરતા ચડિયાતુ રૂપ સંભવી શકે નહીં, એટલી બધી તે સુંદર છે. પ્રદ્યોત રાજા તેનું રૂપ દેખીને તેના પ્રત્યે અતિ અનુરાગવાળો અને કામાધીન ચિત્તવૃત્તિવાળો થયો. તેથી રાજા પ્રદ્યોતે સુસુમાર નગરે ધુંધુમાર રાજા પાસે દૂત મોકલ્યો. દૂતે આવીને રાજા પ્રદ્યોત માટે ધુંધુમાર રાજાની પુત્રી અંગારવતીની માંગણી કરી. અહંકારથી રાજાએ દૂતનો તિરસ્કાર કર્યો, પણ તેને અંગારવતીનું માંગુ કબૂલ રાખ્યું નહીં. તે દૂતનો અસત્કાર કરીને તેને કાઢી મૂક્યો. દૂતે ઉજ્જૈની પાછા આવીને પ્રદ્યોત રાજાની પાસે તે વાત બઢાવી–ચઢાવીને કહી
ત્યારપછી અતિ ક્રોધિત ચિત્તવાળો રાજા પ્રદ્યોત સર્વ સૈન્ય પરિવાર સહિત ત્યાં પહોંચ્યો. તેણે સંસમારપુર નગરને ચારે તરફથી ઘેરી લીધું. બહાર પડાવ નાંખ્યો. ધંધુમાર રાજા પાસે પૂરતી બળ–સામગ્રી ન હોવાથી તે નગરની અંદર ભરાઈ ગયો. તેમ છતાં રણસંગ્રામ કરવાના નિશ્ચલ મનવાળો ધુંધુમાર રાજા નગરની અંદર કિલ્લામાં પ્રવેશ કરી દાખલ થયો ત્યારે ત્યાં તે નગરમાં વાત્રક મુનિ વિચારી રહ્યા હતા. તે વાત્રક મુનિ ત્યાં કોઈ ચત્વરમૂળે નાગદેવતાના મંદિરમાં ધ્યાન કરવાના મનવાળા થઈને રહ્યા હતા.
નગરની ચારે બાજુ ઘેરો ઘાલીને રાજા પ્રદ્યોત રહેલો હોવાથી લોકોની અવરજવર બંધ થઈ ગયેલી. તેનાથી ભયભીત થયેલા ધુંધુમાર રાજાએ કોઈ નૈમિત્તિકને પૂછ્યું કે, હું ભયભીત થઈ ગયેલો છું, તો હું રાજા પ્રદ્યોત સાથે યુદ્ધ કર્યું કે, પલાયન થઈ જાઉ? ત્યારે નિમિત્તિયા તેને કહ્યું કે, તમારો વિજય અવશ્ય થશે. કેમકે મેં નિમિત્ત ગ્રહણ કરવા પૂરતું બાળકોને ત્રાસ પમાડ્યો ત્યારે તે બાળકો ભયભીત થયેલા, ડરતા ડરતા
જ્યારે તે બાળકો વારત્રક મુનિ પાસે ગયા ત્યારે વાત્રક મુનિએ તેમને નિર્ભય કર્યા. માટે આ નિમિત્ત અનુસાર તમારો વિજય નિશ્ચિત છે.
ત્યારપછી શુદ્ધ લગ્નબળ મેળવીને મધ્યાહે હથિયારો સજ્જ કર્યા. શરીર ઉપર કવચ ધારણ કર્યું, નગરના દરવાજા અચાનક ઉઘાડી દીધા. ભોજનકાર્યમાં વ્યગ્ર બનેલા પ્રદ્યોતરાજાને ધંધમાર રાજાએ પકડીને બાંધી લીધો. પછી તેને નગરીમાં લઈને આવ્યા નગરના દરવાજા બંધ કરાવી દીધા. પ્રદ્યોત રાજાના સમગ્ર હાથી, ઘોડા, રથ અને ભંડાર બધું જ ગ્રહણ કરી લીધું. પછી રાજા પ્રદ્યોતની મજાક ઉડાવતા પૂછયું કે, હે રાજન્ ! હવે તારો એ ગર્વ કયા ગયો ? તારો પૌરુષવાદ ક્યાં ગયો ? હવે હું તમારું શું કરું?
ત્યારે પ્રદ્યોત રાજાએ તેને કહ્યું કે, તમારા મનમાં જે અભિપ્રેત હોય તે કરો. અત્યારે કંઈ કરશો તો થશે, નહીં તો પછી તમારા મનમાં ખટકો રહી જશે. ત્યારે ધંધુમારે કહ્યું કે, હે રાજન્ ! તમે આવા વેણ ન ઉચ્ચારો. અલ્પસેના પરિવારવાળા એવી મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org